ભાવનગરના ‘મહુવા’ તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘માં મોગલ’ હાજરાહાજૂર છે. અહીં અનેક પાવનકારી ઘટનાઓ બનેલી છે અને આ ધામ કથાઓ સાથે જોડાયેલું છે.
22 વર્ષ પહેલા મંદિરનું નવનિર્માણ કરવામાં આવે છે. મા મોગલ ભગુડામાં શાં માટે બીરાજે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે.અહીં આહિરો અને ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર થતા હતાં.ભગુડાના નેસમાં રહેતા કામળીયા આહિરના એક માજીને તેની બહેન જેવા ચારણ બાઈએ કાપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યાં.
કાપડામાં માં મોગલ દેતા કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓના દુઃખ આ માતાએ હર્યા છે.આથી તું પણ તારા નેસમાં જઈ આઈનું સ્થાપન કરજે પછી જોજો તારા નેસમાં કોઈથી દુઃખ ડોકાશે પણ નહીં..આ પછી આહિરના એ માજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું.કાપડે આવેલી માં મોગલે સમગ્ર આહિર સમાજના દુઃખ દુર કર્યા.આ સમયથી જ ચારણો પછી આહિરો પણ મોગલને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા.
ઈતિહાસ : પાંડવો,દ્રોપદી અને શ્રી કૃષ્ણ ચર્ચા વિચારણા કરી રહ્યા હતાં. આ સમયે દ્રોપદીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. દ્રોપદીનું આ મંતવ્ય સાંભળીને ભીમને હસવું આવે છે. શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રોપદીની વાત પર અટ્ટહાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણએ સાથે-સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદી શક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રોપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રીએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને પાછળ જશો.
કૃષ્ણએ સાથે-સાથે એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહી કહ્યું કે તમને અવાજ સંભળાય ત્યારે તમે જે ઈચ્છતા હોય તે માંગી લેશો.તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં.આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં સો જોજન દુર જતો રહેજે.
જોકે ભીમસેન તે દિવસે જો જોયું તેનાથી હેબતાઈ જાય છે.તેઓ સ્નાન કરવા આવેલા દ્રોપદીને સંતાઈને જોવા લાગ્યા.દ્રોપદીએ અચાનક જોગમાયાનું રૂપ ધારણ કરી લીધું,અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી.ત્રાડ નાખતા દ્રોપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો.
ભીમ પહેલા તો જોગમાયાના રૂપમાં દ્રોપદીને જોઈ ડરી ગયા પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણએ કહેલા શબ્દો યાદ કર્યાં અને વરદાન માગી લેતા જોગમાયાએ તથાસ્થુ કહ્યું.આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારી સો જોજન દુર ચાલ્યા જાય છે.જોગમાયાના મોઢામાંથી અગ્નિવર્ષા થઈ અને સો જોજન સુધી પાણી ઉકળી ઉઠ્યું.જેના મો માંથી અગ્નિવર્ષા થઈ તે એટલે માં મોગલ.
મોગલધામના મુખ્ય આકર્ષણોમાં લાપસીના પ્રસાદનો સમાવેશ થાય છે.માતાજીને લાપસી પ્રિય હોવાથી ભક્તો લાપસીની માનતા રાખે છે.અહી દુરદુરથી આવતા ભક્તો માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે.એક માન્યતા મૂજબ લાપસીનો પ્રસાદ ખાવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.ભગુડા ધામમાં અન્નક્ષેત્રની પણ સુવિધા છે.આ ઉપરાંત માતાજીને શણગાર અર્પણ પણ કરવામાં આવે છે.
ભક્તો માનતા પુરી થાય ત્યારે તરવેળો કરતા હોય છે.જેમના ઘરે શેર માટીની ખોટ હોય તે ભક્તો માતાજીની બાધા રાખે છે.ભક્તોના ત્યાં પારણું બંધાય પછી બાળકનો ફોટો માતાજીને અર્પણ કરી મંદિરની દિવાલ પર ટીંગાડવામાં આવે છે.ભગુડા ગામમાં ક્યારેય કોઈના ઘરમાં ચોરી થતી નથી.દર મંગળવાર અને રવિવાર તેમજ ચૈત્રી અને આસો નવરાત્રીએ ભકત્તોની ભીડ જોવા મળે છે.
જુઓ વીડિયો :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]