ચોટીલા પર્વત પર કેમ કોઈ પણ વ્યક્તિ રાત્રિ રોકાણ નથી કરી શકતું, જુઓ વિડિયો

આ ચોટીલા ગામ માં આવેલું છે આ રાજકોટ થી 45 કિલોમીટર અને અહેમદવાદ માં 190 ના કિલોમીટર ના અંતરે આવેલું છે. આજે આવેલું છે આ ચોટીલા નો પર્વત. ત્યાં છે સાક્ષાત માં ચામુંડા માં.ત્યાં 635 પગથિયાં છે.

આ મંદીરે ભાવિકો રોજ દૂર દૂર થી દર્શન કરવા આવે છે. અને માતાજી ના દર્શન કરીને બની જે છે ધન્ય,આ ડુંગર હજારો વર્ષ જૂનો થાનપુરાણ ના પુસ્તક માં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર અહી હજારો વર્ષ પહેલા અહી ચંડ અને મુંડ ના બે રાક્ષસો નો બહુ ત્રાસ હતો. ત્યારે ઋષિમુની એ અજ્ઞ કરી આ બે રાક્ષસો નું વધ કરો. તે સમયે હવન કુંડ માંથી માતાજી પ્રગટ થયા હતા. ત્યારે બે રાક્ષસો નું વધ કર્યું બસ ત્યાર થી જ કહેવાયા ચંડી ચામુંડા.

આજે અહી એક ભવ્ય મંદિર છે. પરંતુ આજે જ 150 વર્ષ પહેલા આ મંદિર ની જગ્યા એ એક નાનો ઓળડો હતો. છતાં પણ લોકો અહિયાં આવતા હતા. એ સમયે પગથિયાં પણ ન હતા. છતાં પણ મહા મહેનત થી લોકો ચડતા હતા. અને માતાજી ના દર્શન પણ કરતાં હતા. આ મંદિર માં દરરોજ 3 વખત સ્વરૂપ બદલે છે.

બાલિકા સ્વરૂપ ,વૃદ્ધા સ્વરૂપ,અને કોપાઈ માં સ્વરૂપ. ચામુંડા માતાજી અનેક કુડ અને જ્ઞાતી ઓના દેવી છે. જેમ કે ગોહિલ દરબાર,દોઢિયાં ,પરમાર,કાઠી દરબાર,સોની ,દરજી ,પંચાલ,ઉતાર ગુજરાત ના ઠાકોર સમાજ,કચ્છ ના રબારી,આહીર ,સમાજ,દીવ. સોમનાથ અને વેળાવર તરફ ના ખારવા સમાજ ના પણ આ ચામુંડા માતાજી છે.

ચોટીલા માં ચામુંડા સ્વરૂપ માં આ માતાજી ના 2 સ્વરૂપ તમને જોવા મળશે. માતાજી એ 2 રાક્ષસો ના વધ કર્યો હોવાથી તેમના બે સ્વરૂપ અહિયાં બિરાજમાન છે. એક સ્વરૂપ છે ચંડી અને બીજું સ્વરૂપ ચામુંડા નું. ઘણા ઓછા લોકો જાણે છે કે દિવસ દરમિયાન હજારો સંખ આ ચોટીલા ના પર્વત પર દર્શન કરવા આવે છે.

પરંતુ સાંજ પડતાં જ આરતી પુર્ણ થઈ જાય પછી તમામ લોકો ને ડુંગર ની ઉપર થી નીચે આવી જવું પડે છે. સામાન્ય લોકો નહીં પરંતુ મંદિર ના પૂજારી પણ નીચે ઉતરી જવું પડે છે. કેમ કે રાત્રે આ પર્વત પર રહી શકતું નથી,પરંતુ નવરાત્રી માં ફક્ત 5 દિયાસ આ પૂજારી અને 5 વ્યક્તિ આ ડુંગર રહેવાની માતાજી એ મંજૂરી આપી છે.

જુઓ વીડિયો :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *