બીજા તમારી સાથે કરે તો તમને ખૂબ જ ગમે તેવું બધું જ તમે બીજાની સાથે કરો.” આ નિયમ જીવનની બીજી બધી પરિસ્થિતિઓની જેમ સહશયનની સ્થિતિ માટે પણ અત્યંત ઇચ્છનીય છે.
તમારી જાતને આકર્ષક બનાવવા પાછળ પણ થોડો સમય ખર્ચો
લાંબા લગ્નજીવનમાં કે લાંબા સમય સુધી ચાલુ રહેલા સંબંધોમાં પુરુષ કે સ્ત્રી પોતાના સાથીના આનંદનો ઝાઝો વિચાર કર્યા વિના પોતાનામાં જ રમમાણ રહે છે અને તે ખરેખર સંબંધિત સાથી માટે ઘણું ગેરવાજબી કહેવાય. પુરુષ બે-ત્રણ દિવસથી વધેલી દાઢી કર્યા વિના કે સ્ત્રી પગ પર ઉગીગયેલા વાળને દૂર કર્યા વિના શય્યા પાસે આવે ત્યારે પ્રેમી કે પ્રેમીકા અથવા પતિ કે પત્નીને આમ જોવું ગમતું નથી. ઘણા સ્ત્રી-પુરુષો ઘણી વાર સ્નાન પણ કર્યા વિના સૂવા આવે છે. આને કારણે તમારા શય્યાસાથીને તમારી તરફ એક પ્રકારનું અપાકર્ષણ થાય છે. તમે પોતે સે-ક્સ ઇચ્છતા હો તો તમારો સાથી તમારી ઇચ્છા કરે તેની દરકાર પણ તમારે રાખવી જોઇએ.
તમે જે ઇચ્છતા હો તે સ્પષ્ટ રીતે જણાવો
તમે તમારા સાથીની સામે ઊભા થઇ જાવ અને કહો કે ” આ લે મારું શરીર, તેનું જે કરવું હોય તે કર.” તો તે વાજબી ન કહેવાય. તમારે પોતાને જે જોઇએ છે તે તમે સ્પષ્ટ રીતે નહીં કહો તો કદાચ તે તમને ક્યારેય નહીં મળે. તમારો સાથી તમને જાતીય સંતોષ આપી શકે તે માટે તેને તમારી સહાયની જરૂર હોય છે. આમ તેની સફળતામાં તમારી સફળતા અને તેની નિષ્ફળતામાં તમારી નિષ્ફળતા સમાયેલી છે. તમારામાં તમારે જે જોઇએ તે કહેવાની મક્કમતા અને સ્વાભિમાન હશે તો તેનાથી પહેલાં તમારા સાથીને અને તે પછી તમને પોતાને સે-ક્સનો આનંદ માણવામાં સહાય થશે.
તમારા સાથીની પૂરેપૂરી સંમતી મેળવ્યા પછી જ સે-ક્સની શરૂઆત કરો
તમારા સાથી સં-ભોગ કરવા પૂર્ણ તૈયાર છે તેવી ખાતરી મળે તે પછી જ તમારે સં-ભોગ કરવાની દિશામાં આગળ વધવું જોઇએ. યાદ રાખો કે આવી સંમતી પહેલીવાર ‘ડેટ’ પર નીકળેલા છોકરાએ જ છોકરી પાસેથી મેળવવાની હોતી નથી. લગ્ન સહિતના કોઇ પણ જાતીય સંબંધને લાગુ પડે છે.
સાથી સે-ક્સ માટે ઇન્કાર કરે તો સ્વીકારી લો
તમારા સાથી સં-ભોગ માટે ઇન્કાર કરે અથવા કોઇ ચોક્કસ ક્રિયા કરવાની ના પાડે તો તેનાથી ધૂંધવાઇ જવાને બદલે તેના ઇન્કારને સ્વીકારી લો. સાથીને ન ગમતું હોય તેવું કાંઇ પણ કરાવવા તેની પર બળજબરી કે દબાણ કરવું તે વાજબી નથી કારણ કે તું આમ નહીં કરે તો હું આમ નહીં કરું કહેવું તેને જાતીય બ્લેકમેઇલિંગ કહેવાય. વળી તમારા સાથી જો ઇન્કાર કરે તો તેની ના કાયમી હોતી નથી. ફરી ક્યારેક પૂછશો તો તેણે અગાઉ જે કરવાની ના પાડી હતી તે જ કરવા તૈયાર થઇ જશે.
માસ્ટર્સ અને જોન્સન કહે છે કે સં-ભોગ પહેલાંની શારીરિક રમત (ફોરપ્લે) દરમિયાન પુરુષ અને સ્ત્રી પોતાની ધારણા પ્રમાણે સાથીને ઉશ્કેરાટ થાય તેવી ક્રિયા કરવાના પ્રયાસો કરતા હોય છે. દાખલા તરીકે ઘણા પુરુષો હસ્તમૈથુન કરતાં પોતાના શિશ્નને જે રીતે જોરજોરથી હલાવે તેવી જ રીતે ફોરપ્લે દરમિયાન સ્ત્રીની યોનિના અગ્રભાગને પકડીને હલાવે છે. એમ સમજીને કે આમ કરવાથી સ્ત્રી ઉત્તેજિત થશે.ઘણીવાર સ્ત્રીને ખૂબ દર્દ થાય છે અને તે ઉત્તેજનાના બદલે પીડાના ઉહકારા કરે છે. આવી સ્થતિમાં મૌખિક રીતે નહીં તો નિશાનીઓ દ્વારા સ્ત્રીએ પુરુષને સમજાવવું જોઇએ કે ઉત્તેજના ઊભી કરવાના તેના આ પ્રયાસો ઉલ્ટંુ જ પરિણામ લાવે છે.
તમારા સાથીની નગ્નતાને માનની નજરે જુઓ
પુરુષ અને સ્ત્રી બંને સે0ક્સ દરમિયાન ફક્ત શારીરિક રીતે નહીં, માનસિક રીતે પણ સંપૂર્ણપણે નગ્ન કે ખુલ્લાંપણાને કારણે વ્યકતિગત રીતે તેઓ પોતાની શારીરિક અને માનસિક ક્ષતિઓ અંગે અત્યંત સભાન હોય છે. દાખલા તરીકે સરેરાશ કરતાં નાના કદનો શિશ્ન ધરાવતો પુરુષ સ્ત્રી સામે પ્રકાશમાં પૂરેપૂરો ખુલ્લો થતા અચકાતો હોય છે. આ જ રીતે કદાચ સામાન્ય કરતાં નાનાં કદના સ્તનવાળી સ્ત્રી પણ આવો ક્ષોભ અનુભવે. તમારે તમારા સાથીનાં મન અને કાયાનો તે જેવાં છે તેવાં જ સ્વરૂપમાં તેમનો સ્વીકાર કરવો જોઇએ અને આવા સ્વીકારની પ્રતીતિ તે સાથીને પણ કરાવવી જોઇએ. જેથી તે કોઇપણ સંકોચ કે ગ્રંથિ વિના પૂરેપૂરો ઉંમંગ અને ઉત્સાહથી સં-ભોગરથી બની શકે.
લેડીઝ ફર્સ્ટઃ પુરુષે સ્ત્રીને પહેલાં સં-ભોગની પરકાષ્ઠાનો અનુભવ કરવા દેવો જોઇએ અને તે ત્યાં સુધી પહોંચી શકે તે માટે તેને ઉત્તેજિત કરવાના બધા જ માર્ગો પુરુષે કોઇપણ સંકોચ રાખ્યા વિના અપનાવવા જોઇએ. આને માટે તેની યોનિમાં આંગળીના હલનચલન કે મુખમૈથુનની જરૂર જણાય તો એ ક્રિયાઓ પણ પુરુષે કરવી જોઇેએ. ગમે તેમ, સ્ત્રી પહેલાં ઓર્ગેઝન પર પહોંચવી જોઇએ. આ પ્રશ્રનો સંબંધ સ્ત્રીદાક્ષિણ્યની ભાવના સાથે નહીં પણ સ્ત્રીમાનસિકતા સાથે છે, કારણ કે પુરુષ એક વાર પરકાષ્ટા પર પહોંચી જાય અને તેનું વીર્યસ્કલન થઇ જાય પછી ફરીથી શિશ્નોત્થાન થઇ શકે તે માટે તેને થોડા વિરામની જરૂર હોય છે.
સ્ત્રીને આવા કોઇ વિરામની જરૂર હોતી નથી. ઘણી સ્ત્રીઓ એક જ સમય દરમિયાન ઘણી બધી વાર પરકાષ્ઠાનો અનુભવ કરી શકે છે. જો પુરુષ તેને આવો અનુભવ કરાવી શકે તો આ ઉપરાંત અનુભવી પુરુષ જાણતો હોય છે કે સ્ત્રીને જાતીય આનંદની ચરમસીમાનો અનુભવ કરાવવો તતે તેના પર જ નિર્ભર છે અને સ્ત્રી જ્યાં સુધી પરકાષ્ઠાની સ્થિતિમાં ન પહોંચે ત્યાં સુધી તે પુરુષ તેને આવો અનુભવ કરાવવાના પ્રયાસમાં જાતજાતની નકારાત્મક લાગણી અનુભવે છે. પણ એકવાર સ્ત્રી ઓર્ગેઝમ પર પહોંચે તેની સાથે જ તેની ૯૦ ટકા ચિંતા, ડર અને બીજી નકારાત્મક લાગણીઓ દૂર થઇ અને પોતે ખૂબ જ નિરાંતે ઓર્ગેઝમ પર પહોંચી શકે છે.
સં-ભોગ પછીની રમત (આફ્ટર પ્લે) ક્યારેય ભૂલશો નહીં
ઘણા માણસો અને ખાસ કરીને પુરુષો સં-ભોગ પૂરો થયા પછી તરત જ સ્ત્રીના શરીર પરથી નીચે ઊતરીને ઊંઘવા માંડે છે અથવા ટેલિવિઝન જોવા માંડેે છે. જાણે એક જ મિનિટ પહેલાંના તેમના સાયુજ્યની કોઇ મહત્વ જ ન હોય, પરંતુ આમ કરવાને બદલે તેણે સ્ત્રીની સાથે હમણાં જ પૂરા થયેલા જાતીય સહચર્ય વિશે વાતો કરવી જોઇએ અને સ્ત્રીએ પણ તેમાં ઉમળકાથી ભાગ લેવો જોઇએ.
હમણાં જ થયેલા આ અનુભવ વિશે તેમણે મોકળા મને ચર્ચા કરવી જોઇએ. સ્ત્રી માટે તો આ એક ખૂબ જ નાજુક અને મધુર વાત બનતી હોય છે. અને તેનાથી તેને ખૂબ સંતોષ મળે છે. એટલી હદે આનંદ અને સંતોષનો અનુભવ કહે છે કે આ વાત કરતાં કરતાં જ ફરીથી સં-ભોગ માટે તૈયાર થઇ જાય તમારા પ્રેમીએ તમને જે આનંદ કરાવ્યો છે તે બદલ તમે તેનો આભાર માનો. સે-ક્સ પછી થેંક યુ કહેવાની તો અનેક રીતો છે અને તમે તમારી પોતાની કોઇ વિશિષ્ટ રીત પણ વિકસાવી શકો છો.