સ્ત્રીઓને સહવાસનાં સાધન તરીકે જોવામાં આવે તે ગમે છે પણ એ માત્ર એવા પુરુષો દ્વારા જે તેમને પ્રેમ કરે છે એમ એક અભ્યાસમાં જોવા મળ્યું છે. સ્ત્રીઓને સહવાસનાં સાધન તરીકે જોવામાં આવે તે ગમે છે એ ખ્યાલ સાથે સ્ત્રીઓ સામાન્ય રીતે સંમત નહીં થાય પણ એક વાર જો સ્ત્રીને ખાતરી થાય કે પુરુષ તેને સમર્પિત અને પ્રતિબદ્ધ છે તો બાદમાં સ્ત્રી તેમના સહવાસની પ્રશંસાથી ખુશ થાય છે, એમ સંશોધકો જણાવે છે. જોકે સ્ત્રીને તેમના સાથીદારની લાગણી તરફ સહેજ પણ શંકા પડે પછી તે પુરુષની વાસનાનો ત્યાગ કરે છે.
શારીરિક સહવાસની દૃષ્ટિએ નવપરિણીત પતિઓ પત્નીઓને કેટલું મહત્ત્વ આપે છે તે વિશે કેટલાક પ્રશ્નોના જવાબો મેળવ્યા પછી મનોવૈજ્ઞાનિકો આ તારણ પર આવ્યા છે. પત્નીઓને પૂછવામાં આવ્યું હતું કે તેમના પતિ લગ્ન પ્રત્યે કેટલા સમર્પિત હતા તે વિશે તેઓ શું માનતી હતી. પતિ-પત્ની બંનેને એમ પૂછવામાં આવ્યું હતું કે તેઓ તેમના લગ્નસંબંધથી કેટલાં ખુશ હતાં. તમામે પોતાના જવાબો ગુપ્ત રીતે આપ્યા હતા.
પરિણામોમાં જાણવા મળ્યું હતું કે જે સ્ત્રીઓ એમ માનતી હતી કે તેમના પતિ સમર્પિત હતા તેવી સ્ત્રીઓ પુરુષો દ્વારા કરવામાં આવતા તેમના સહવાસની પ્રશંસાથી ઘણી ખુશ જોવા મળી હતી. જોકે જે સ્ત્રીઓને લાગ્યું હતું કે તેમના પતિ અન્ય સ્ત્રીને પસંદ કરે છે તેમનામાં આ ખુશી જોવા મળી નહોતી. અભ્યાસના લેખક અને ફ્લોરિડા યુનિવર્સિટીના ડો. એન્ડ્રિઆ મેલ્ટઝરે કહ્યું હતું કે સારી રીતે સમર્પિત સાથીદાર દ્વારા જાતીય સહવાસની પ્રશંસા લગ્નસંબંધોમાં સ્ત્રીના સંતોષ પર હકારાત્મક અસર કરે છે.