આ પૃથ્વીની રચના ભગવાન દ્વારા કરવામાં આવી છે. પૃથ્વી પર સૌથી પહેલા નાના જીવો ની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ વિશાળકાય જીવોએ આ પૃથ્વી પર પોતાનું જીવન બનાવ્યું. ત્યારબાદ સમય આવ્યો મનુષ્યનો. મનુષ્ય ની ઉત્પતિનાં સમયથી જ તે કોઈને કોઈ ને પોતાના ઇષ્ટ ના રૂપમાં પુજતો આવેલ છે. કદાચ એજ કારણ છે કે ક્યારેક તે કોઈ જાનવર ની પુજા કરતો હતો તો ક્યારેક કોઈ વૃક્ષ ની. ભારતમાં ઘણા સમય પહેલાથી જ વૃક્ષોને પુજનીય માનવામાં આવે છે અને આ વૃક્ષોની પુજા પણ કરવામાં આવે છે. અમુક વૃક્ષ તો એટલા જુના છે કે તેની યોગ્ય ઉંમર વિશે જાણવું પણ મુશ્કેલ છે.
અમુક લોકો નથી કરતા ઈશ્વરમાં વિશ્વાસ
જો બાત ભગવાનનાં અસ્તિત્વની કરવામાં આવે તો અમુક લોકો આ પૃથ્વી પર એવા છે જે ઈશ્વરમાં વિશ્વાસ કરતા નથી. આવા લોકોને નાસ્તિક કહેવામાં આવે છે. જ્યારે અમુક લોકોએ ઈશ્વરમાં ખુબ જ વધારે શ્રદ્ધા ધરાવે છે. જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા તેમને સમય સમય પર ઈશ્વર પોતાનો ચમત્કાર બતાવે છે. આવો જ એક ચમત્કાર બાબા મહાકાલની નગરીમાં થયો છે. આ ઘટનાને જોઈને બધા લોકો અચંભિત થઈ ગયા છે.
લોકોએ શરૂ કરી દીધી શિવલિંગની પુજા
હકીકતમાં અખંડ કોલોનીમાં ૧૦૦ વર્ષથી પણ વધારે જુનું આંબલીનું વૃક્ષ હતું, જેને કાપવામાં આવ્યું તો તેના મુળમાંથી શિવલિંગ નીકળ્યું. આ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્યારે આ સમાચાર શહેરના લોકોને જાણવા મળ્યા તો તેઓ આ જગ્યા પર પુજા-પાઠ કરવા માટે એકઠા થઇ ગયા હતા. પ્રાપ્ત થતી જાણકારી અનુસાર જયસિંહપુરા નાં અખંડ કોલોની માં રહેવાવાળા લક્ષ્મીનારાયણ પ્લોટ પર એક ખુબ જ જુનું આમલીનું વૃક્ષ હતું. વૃક્ષના મુળ સુકાઈ ગયા હતા એટલા માટે વૃક્ષને કાપવાની જરૂર ઊભી થઈ હતી.
કરવામાં આવશે શિવ મંદિરનું નિર્માણ
જયારે વૃક્ષને કાપવામાં આવ્યું તો તેના મુળમાંથી એક શિવલિંગ પ્રાપ્ત થયું. તેને જોઈને વિસ્તારના બધા લોકો આશ્ચર્યચકિત છે. શિવલિંગની પુજા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે હવે આ જગ્યા પર શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. વૃક્ષનો નીચેનો હિસ્સો ખુબ જ પહોળો હતો. કાપતા સમયે તે ફાટી ગયો હતો અને લોકોને એક પથ્થર જોવા મળ્યો હતો. જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો તે કોઈ સામાન્ય પથ્થર નહીં, પરંતુ એક શિવલિંગ હતું. શિવલિંગ મળતાની સાથે જ વૃક્ષોને કાપવાનું કામ અટકાવી દેવામાં આવ્યું.