ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ વધી રહ્યું છે. આ અંગે આઇએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, ચક્રવાત બિપરજોય જખૌથી 70 કિમી દૂર છે. જે ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.જેના લીધે ભારે વરસાદ ચાલુ છે અને લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ છે. સમુદ્ર તટ પર 115થી 125ની સ્પીડ સાથે બિપરજોય ટકરાશે.
ચક્રવાતની ગતિ 15 કિમી પ્રતિ કલાકથી વધુ વધી રહી છે.દરિયાકાંઠે પવનની ઝડપ 60-80 કિમી પ્રતિ કલાક છે. જ્યારે તે 115-125ની ઝડપે દરિયાકાંઠાને પાર કરશે. તેમજ ક્યાંક ચક્રવાતની ઝડપ 140 સુધી જશે આ સમગ્ર પ્રક્રિયા મધરાત સુધી ચાલશે
બિપરજોય વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.
અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.
જુઓ વીડિયો :
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]