દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે રાત્રીથી વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતા તથા વરસાદના કારણે અનેક વૃક્ષોનો ભોગ લેવાયો છે.ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ નાના મોટા 500થી વધુ મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. તો દ્વારકા નાગેશ્વરમાં 150 જેટલા વૃક્ષો પડી ગયા હતા.
અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. આ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ઊઠ્યાં છે.
કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
પોરબંદરના દરિયામાં વાવઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. વાવઝોડાને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો જેની ગતિ 60થી 70 કિ.મી પ્રતિ કલાકની છે. ભારે પવનના કારણે દરિયામાં 30 ફૂટ ઉચ્ચા મોજા ઉછળી રહ્યા છે. જયારે જામનગર માં ખુબ જ પવન સાથે વરસાદ આવ્યો હતો અને પતરા ને કાગળ ની જેમ ઉડાડ્યા હતા
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]