હવામાનશાસ્ત્રમાં કહ્યા મુજબ, નીચા બેરોમેટ્રિક પ્રેશરવાળા વિસ્તારમાં હવા અંદરની તરફ તીવ્રતાથી ફરે તેને ‘ચક્રવાત’ કે ‘વાવાઝોડા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં ઘળિયાળની વિરુદ્ધ દિશામાં તો દક્ષિણ ગોળાર્ધમાં તે ઘડિયાળની દિશામાં ફરે છે.
ચક્રવાત સમુદ્રથી વાતાવરણમાં પ્રચંડ ઊર્જા સાથે રચાય છે. અભ્યાસ અનુસાર દર વર્ષે સમગ્ર વિશ્વમાં 70થી 90 ચક્રવાત રચાતા હોય છે. કોરિઓલિસ બળને કારણે સપાટી પરના પવન ઓછા પ્રેશરવાળી જગ્યા તરફ વળે છે અને ચક્રવાતમાં પરિણમે છે. ઉલ્લેખનીય છે કે, વિષુવવૃત્તીય પ્રદેશોમાં ચક્રવાત રચાતા નથી. કારણ કે, કોરિઓલિસ બળ 5 ડિગ્રી ઉત્તર અને 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશો વચ્ચે નેગ્લિજીબલ છે.
આ ચક્ર સતત હવામાં વાદળો બનાવે છે. સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન થતાં વધુ વાદળો રચાય છે. જેમ જેમ ચક્રવાત ઝડપથી ફરે છે, તેમ તેમ કેન્દ્રમાં એક આંખ રચાય છે. વાવાઝોડાની આંખને શાંત અને સ્પષ્ટ ભાગ માનવામાં આવે છે. વાવાઝોડાની આંખમાં હવાનું દબાણ ઓછું હોય છે.
જુઓ વિડિઓ
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]