નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઇ માતાના સાંનિધ્યમાં આવેલા ઐતિહાસિક ગરમ પાણીના ઝરામાં ચોસામા દરમ્યાન નવા નીર આવતાં જીવંત થઈ ઉઠયા છે.
છેલ્લા કેટલાક વરસથી ઉનાઇના ગરમ પાણીના ઝરા ઉનાળા દરમ્યાન ચૂકાઈ જાય છે અને ચોમાસામાં વરસાદ આવતા ફરી જીવંત થઈ ઉઠે છે પાણી માટે એક એવી માન્યતા છે કે કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. જેના કારણે અનેક ભાવિકભક્તો અહીં શ્રદ્ધા સાથે સ્નાન કરવા આવે છે. ઉનાઇ માતાનો મહિમા જાણીને તમે પણ એક વાર જરૂર જશો આ મંદિરે.
એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ દરમિયાન જ્યારે સરભંગ ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ ચર્મ રોગથી પીડાતા હતા. ભગવાન રામની સેવા કરવા માટે ઋષિએ થોડા સમય માટે પોતાની યોગ શક્તિથી રોગ સારો કરી દીધો, પણ આ વાતની જાણ લક્ષ્મણ ને થઈ ગઈ.
તેમણે ઋષિ પાસેથી બધી વાત જાણીને બધી વાત ભગવાન રામને કરી, ઋષિને આ રોગથી છુટકારો અપાવવા માટે ભગવાને ધનુષ પૃથ્વી પર માર્યું અને પાણીની ધરા પ્રગટ થઈ. આ ધરા ઔષધિ વાળી અને સાથે ગરમ પાણી ની હતી. ગરમ પાણીની ઔષધિ વાળી ધરા સાથે એક માતાજીની મૂર્તિ પણ બહાર આવી. ત્યારે ભગવાન રામે સીતા માતાને કહ્યું કે આ ઉષ્ણ અંબાની સ્થાપના કરો.
આ પછી સરભંગ ઋષિએ આ કુંડ માં સ્નાન કર્યું અને રોગમાંથી મુક્ત થયા. અને આશીર્વાદ આપ્યા કે જે પણ લોકો આ દેવીના દર્શન કરશે અને આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરશે તે રોગ મુક્ત થશે, તેના બધાજ કષ્ટો દૂર થશે અને તે સંપૂર્ણ પીડામૂક્ત થશે. સપ્તાહના અંતે શનિ-રવિમાં ગિરીમથક સાપુતારા અને વઘઈ ગીર ધોધ ફરવા જતા સહેલાણીઓ ઉનાઇની પણ અચૂક મુલાકાત લેતા હોય છે. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કુંડની આરતી ઉતારી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
જુઓ વીડિયો :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]