સંભોગ સમયે કોને મળે છે સૌથી વધુ આનંદ ?સ્ત્રી કે પુરુષ ? કોને કેટલો આનંદ મળે છે ?

તમને એવું પૂછવામાં આવે કે, સ્ત્રી કે પુરુષ આ બન્નેમાંથી કામવાસનામાં સૌથી વધારે સંતોષ કોને મળે છે તો કદાચ તમે આનો જવાબ ના આપી શકો. જેમ આ સવાલ પણ અટપટો છે તેમ તેનો સવાલ પણ અટપટો જ છે. જેનો જવાબ કદાચ તમને કોઈ જ વ્યક્તિ નહીં આપી શકે. પણ આ પ્રશ્નનો જવાબ તમને મહાભારત નામના મહાકાવ્યમાં મળી શકે છે. આ અટપટા પ્રશ્નનો જવાબ મહાભારત નામના ગ્રંથમાં સચોટ રીતે આપવામાં આવેલો છે. તો જો તમારે આ પ્રશ્નનો જવાબ જાણવો હોય તો અમે અહી તમને મહાભારતમાં જણાવેલ પ્રશ્નો સચોટ જવાબ જણાવીશું.

વાત જાણે એમ છે કે એકવાર યુધિષ્ઠિર પોતાના તાતશ્રી ભીષ્મ પિતામહ પાસે ગયા અને તેમણે પુછ્યું કે, મને એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે અને મને એ પ્રશ્નો જવાબ સાચો અને સચોટ જોઈએ છે. હું જાણવા માંગુ છુ કે સ્ત્રી અને પુરુષને સંભોગ સમયે સૌથી વધારે આનંદ કોને મળે છે.

ભીષ્મ પિતામહએ પહેલા તો શાંતિ થી યુધિષ્ઠિરનો આ સવાલ સાંભળ્યો અને પછી તેણે જવાબ આપતા જણાવ્યુ કે, હે પુત્ર, હું આ પ્રશ્ન સાથે જોડાયેલી એક કથા સંભળાવવા માંગુ છુ જેમાં તારા આ સવાલનો જવાબ તને મળી રહેશે. ભીષ્મ પિતામહે પોતાની કથા સંભળાવવાનું ચાલુ કર્યું.

ઘણા સમય પહેલા ભાંગસ્વા નામનો એક રાજા હતો અને તે ખૂબ જ ન્યાયપ્રિય વ્યક્તિ હતો. તેણે કોઈ સંતાન ન હતું. પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી તેણે એક અનુષ્ઠાન કર્યું, જેનું નામ અગ્નિતુષ્ઠા હતું. તેના દ્વારા કરવામાં આવેલા આ હવનમાં ફક્ત અગ્નિ ભગવાનનો જ આદર સત્કાર કરવામાં આવેલો. આ વાતથી ઇન્દ્ર ભગવાન રિસાઈ ગયા અને તેમણે ખૂબ જ ગુસ્સો આવેલો.

આ વાત ઇન્દ્ર ભગવાનના મનમાં ગાંઠ બની ગઈ હતી અને તે રાજાને આ વાતનો દંડ આપવા માંગતા હતા અને તે માટે તે રાજાનો કોઈ દોષ શોધી રહ્યા હતા જેના લીધે તેણે દંડિત કરી શકાય. પણ રાજા એટલો ન્યાયપ્રિય હતો કે તેનાથી કોઈ ભૂલ થતી ના હતી અને આ તરફ ઇન્દ્રનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો.

રાજા એક દિવસ શિકાર કરવા માટે જંગલ તરફ નીકળ્યો. ઇન્દ્રએ પોતાનો બદલો લેવા માટે રાજાને સંમોહિત કરી દીધો. રાજા સંમોહિત થવાને કારણે જંગલમાં રસ્તો ભૂલી ગયો અને ઠેર ઠેર ભટકવા લાગ્યો. તે પોતાની તમામ સ્મૃતિ ભૂલી ગયો. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુલ થઈ રહ્યો હતો, તેણે કોઈ જ ભાન રહ્યું ના હતું. તે જંગલમાં ભૂલો પડી ગયો હતો.

જંગલમાં ભૂલા પડેલા આ રાજાને એક નદી દેખાઈ. રાજાને ખૂબ તરસ લાગી હોવાથી તે નદી તરફ આગળ વધ્યો. નદીની નજીક થઈને પોતે નદીમાંથી પાણી પીધું અને પોતાના થાકેલા ઘોડાને પણ પાણી પાયું.

નદીમાંથી પાણી પીધાને થોડીવારમા જ અચાનક જ તે પોતે એક સ્ત્રીના સ્વરૂપમાં રૂપાંતરિત થવા લાગ્યો. આ જોઈને રાજાને ખૂબ જ સંકોચ થવા લાગ્યો અને જોરજોરથી વિલાપ કરવા લાગ્યો. પોતે આવક રહી ગયો કે આ બધુ શા કારણથી થઈ રહ્યું છે? પોતાને સ્ત્રીના સ્વરૂપમાં જોઈને વિચારમાં પડી ગયો કે, હું હવે પોતાના રાજયમાં કેવી રીતે પાછો ફરીશ. અનુષ્ઠાન દ્વારા પોતે પ્રાપ્ત કરેલા પુત્રોનું શું થશે અને પોતાની પત્નીનું હવે શું થશે? એ વિચારમાં પડી ગયો અને પોતાના રાજ્ય વિશે પણ ચિંતિત થઈ ગયો.

રાજા જ્યારે પોતાના રાજ્યમાં પાછો ફર્યો ત્યારે તેને જોઈને બધા આશ્ચર્ય પામ્યા. તેને પોતાના પરિવાર અને મંત્રીઓને બોલાવીને કહ્યું કે તમે બધા અહી સુખેથી રહો હું જંગલમાં જઈને મારૂ જીવન પસાર કરવા માંગુ છુ. આવું કહીને તેણે જંગલ તરફ પ્રસ્થાન કર્યું.

જંગલમાં એક સ્ત્રીના રૂપમાં તે ઋષિના આશ્રમમાં રહેલા લાગી. ત્યાં રહેતા તેણે ઘણા પુત્રોને જન્મ આપ્યો. પોતાના પુત્રો મોટા થતાં તે બધા પુત્રોને લઈને તે પોતાના રાજયમાં લઈ ગઈ. તેના રાજયમાં રહેતા પુત્રોને તેણે જણાવ્યુ કે આ બધા પણ તમારા જ ભાઈઓ જ છે આથી તેઓ સંપીને બધા સાથે રહેલા લાગ્યા.

ત્યાં બધા ખુશ થઈને રહેવા લાગ્યા. આ બધુ જોઈને ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને તેમણે ફરી પોતાનો બદલો લેવાની ભાવના જાગી. આથી તેણે વેશ પલટો કરીને રાજ્યમાં પ્રવેશ કર્યો અને બધા જ રાજકુમારોને એકબીજાની વિરુધ્ધ કાન ભરવાનું ચાલુ કર્યું. આ કારણે બધા જ ભાઈઓ અંદરો અંદર જગડો કરવા લાગ્યા અને એકબીજાને મારી નાંખવા લાગ્યા.

આ વાતની જાણ સ્ત્રી રૂપે રહેલા રાજાને થઈ ત્યારે તે અત્યંત દુખી થયો. વેશ પલટો કરેલો ઇન્દ્ર તેમની પાસે પહોચ્યો અને રાજાને પોતાના દુખી થવાનું કારણ જણાવ્યુ ત્યારે રાજાએ પોતાના મૃત્યુના સમાચાર વિશે તમામ વાત કરી. આ સમગ્ર વાત જાણી ઇન્દ્ર પોતાના મૂળ રૂપમાં આવી ગયો. તેણે રાજાને તેની ભૂલ વિશે જણાવ્યુ અને પોતાના ક્રોધિત થવાનું કારણ જણાવ્યુ. આ વાત સાંભળીને રાજાએ તેમની પાસે પગમાં પાડીને માફી માંગી.

રાજાની માફીથી પીગળી જઈને ઇન્દ્ર ભગવાનને રાજા સ્વરૂપ સ્ત્રી પર દયા આવી ગઈ અને તેના પુત્રોને જીવિત કરવાનું વચન આપ્યું અને કહ્યું કે તું તારા બધા પુત્રો માંથી એક પુત્રને જીવિત કરી શકશે. ત્યારે રાજાએ કહ્યું કે મારા સ્ત્રી રૂપમાં જન્મ આપેલા પુત્રને જીવિત કરી આપો. ઇન્દ્ર આ માટેનું કારણ પુછ્યું ત્યારે રાજાએ જવાબ આપ્યો કે, એક સ્ત્રીનો પ્રેમ પુરુષ કરતાં વધારે હોય છે માટે મે મારા સ્ત્રી રૂપમાં જન્મ આપેલા પુત્રને જીવિત કરવા કહ્યું.

આ વાત સાંભળીને ઇન્દ્ર ખુશ થઈ ગયા અને તેના બધા પુત્રોને જીવિત કરી આપ્યા. અને રાજાને પણ પોતાના મૂળ રૂપમાં આવી જવા માટે વરદાન આપવાનું કહ્યું. ત્યારે રાજાએ જણાવ્યુ કે, મારે પુરુષ રૂપમાં ફરીથી નથી આવવા માંગતો, હું સ્ત્રી રૂપમાં જ રહેવા માંગુ છુ. આ વાત સાંભળીને રાજા ઇન્દ્ર આશ્ચર્ય પામ્યા અને તેનું કારણ પણ રાજાને પુછ્યું.

આ પ્રશ્ન જવાબમાં સ્ત્રી રૂપી રાજાએ કહ્યું કે, સંભોગ સમયે પુરુષ કરતાં સ્ત્રીને વધુ આનંદ મળે છે માટે હું સ્ત્રી રૂપમાં જ રહેવા માંગુ છુ. તેનો આ જવાબ સાંભળીને ઇન્દ્ર ભગવાને તેને આશીર્વાદ આપીને ત્યાથી ઇન્દ્રલોક તરફ પ્રસ્થાન કર્યું. ભીષ્મ પિતામહે પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે, યુધિષ્ઠિર, પૌરાણિક સમયથી જ સંભોગ સમયે સ્ત્રીને પુરુષ કરતાં આનંદ અને સુખ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *