જેસલ તોરલ નું નામ ન સાંભળ્યું હોય એવું ગુજરાતમાં મળે જ નહીં. લગભગ સુધી બધા એવા જ લોકો હશે જેમણે જેસલ તોરલ નું નામ સાંભળ્યું હશે અને જે લોકો ગુજરાતમાં રહેતા હશે એમણે તો ચોક્કસ જેસલ તોરલ નું નામ સાંભળ્યું જ હશે. જેસલનો જન્મ ચૌદમી સદીની આસપાસ કચ્છ દેદા વંશ ના લાખાજી જાડેજાના પુત્ર ચંદુજી જાડેજા ને ત્યાં થયો હતો. અંજાન તાલુકાનું ગામ જેસલને મળ્યું હતું. ઘરાસમાં વાંધો પડતાં તે બહાર વાટીએ જતો રહ્યો. જેસલ જાડેજાની આખા કચ્છમાં વાત હતી. અને તેથી જ કહેવાતું હતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા.
ગુજરાતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.વિદેશોમાંથી લોકો ગુજરાતની મુલાકાતે આવતા હોય છે.ગુજરાતમાં પર્યટક સ્થળો ઘન છે.એમા પણ કચ્છ…કચ્છ માટે તો અભિનેતા અમિતાભ બચ્ચાને પણ કહેલું છે કે “ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા “
કચ્છમાં આવેલ પર્યટક સ્થળોમાં ધ્રંગમાં આવેલ દાદા મેકરણ મંદીર, કોટાઈ મંદિર, હાજી પીર દરગાહ, નારાયણ સરોવર, નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ, રવેચી માતા મંદિર, કંથકોટ કિલ્લો, કોઠરા જૈન મંદિર, આઈના મહેલ, નનામો ડુંગર, દીન દયાલ પોર્ટ (કંડલા પોર્ટ) અને ખાસ મુલાકાત લેવા જેવું સ્થળ હોય તો તે છે જેસલ તોરલની સમાધિ….
જેસલ તોરલની સમાધિ વિષે એવી લોકવાયકા છે કે જેસલ એક મોટો લુંટારો હતો અને સાંસતિયાજીની પત્ની તોરલ હતી.એવું મનાય છે કે કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો બહારવટીયા, જેસલ જાડેજા… મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુવરીઓની આબરૂ અને જાનને લુંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર- ઢાંખરને ઉપાડીને લઈ જવા વગેરે પ્રવૃત્તિઓ માહિર હતો અને એ જ એનું કામ હતું.
જયારે તોરલ કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની પત્ની હતી. કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી,તલવાર અને તેની પત્ની તોરલના લોકો ખુબ જ વખાણ કરતાં હતાં.અને જેસલની આદત હતી કે જે વસ્તુ પસંદ આવી જાય એ વસ્તુ મેળવીને જંપે.એ જ સાંસતિયાજીની તોરી નામની ઘોડી,તલવાર અને તેની પત્ની તોરલના લોક વખાણ સંભાળતા તેને મેળવવા તલપાપડ બન્યો.તે આ ત્રણ વસ્તુ મેળવવાનો મોકો શોધવા લાગ્યો.
એવામાં સાંસતિયાજીએ ઘરે ભજન ગોઠવ્યા.એ વાતનો ફાયદો ઉઠાવી જેસલ સાંસતિયાજીના ઘરે પહોચ્યો.રાત્રીના સમયે અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દિધી અને ભગત પાસે જઈને ઉભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દિધી તે વખતે ખીલાની સાથે જેસલો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો. સવારે જ્યારે પ્રસાદ વહેચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પુરો પડતો હતો ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયાં. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયાં અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો.
સાંસતિયાજીએ જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો. જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે “ જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હુ તારી માંગણી પુરી કરવા માટે તૈયાર છું.” જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડુ શરૂ થઈ ગયું અને નાવ હાલક-ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાં અને આ પાપ યાદ અપાવતું એક ભજન પણ છે
જેસલને તેનું જ્ઞાત થતાં તેણે પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. તે જ જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે. એવી લોકવાયકા છે કે દર વર્ષે આ બન્ને સમાધિ ચોખાના દાણા જેટલી નજીક આવે છે.જયારે આ બન્ને સમાધિ સંપૂર્ણ રીતે નજીક આવી જશે ત્યારે પૃથ્વીનો વીનાશ થશે.પૃથ્વી પર પ્રલય આવશે.
વિડિઓ જુઓ:
https://youtu.be/ORCGrTupCl4
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]