શું તમને દેખાય છે તસ્વીર માં છુપાયેલી યુવતી, નજર સામે હોવા છતાં નહિ દેખાય…

સોશિયલ મીડિયા પર હાલના જમાનામાં ઘણી ચીજો ખુબ જ ઝડપથી વાયરલ થતી હોય છે. લોકો અહીંયા અલગ-અલગ પ્રકારના ઉખાણા પણ પોસ્ટ કરતા હોય છે. સાથોસાથ ઈન્ટરનેટ ઉપર એવી ઘણી તસ્વીરો વાયરલ થતી હોય છે, જેમાંથી અમુક ચીજો શોધવાની ચેલેન્જ લોકોને આપવામાં આવતી હોય છે. લોકોને આ પ્રકારની ચેલેન્જ પણ ખુબ જ પસંદ આવે છે અને તેઓ પણ પોતાનું મગજ કસીને તસ્વીરોમાં છુપાયેલી ચીજો ને શોધતા હોય છે. હાલના સમયમાં પણ આવી જ એક તસ્વીર સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ધમાલ મચાવી રહી છે.

બોડી પેઈન્ટિંગ કરનાર એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તેણે તસ્વીરમાં છુપાયેલી મોડલ ને શોધવાની ચેલેન્જ લોકોને આપેલી છે. જોકે મોટાભાગનાં લોકો તસ્વીરમાં છુપાયેલ મોડલને શોધવામાં અસફળ રહ્યા છે, જ્યારે અમુક લોકોએ પોતાની તેજ નજરથી તસ્વીરમાં છુપાયેલ મોડલ ને શોધી કાઢેલી છે. જો તમારી નજર પણ તેજ છે, તો તમે અહીં આપવામાં આવેલી તસ્વીર માંથી કપડા વગરની મોડલને શોધી બતાવો.

પ્રકૃતિનાં ખોળામાં તસ્વીરો લેવી અમુક લોકોને ખુબ જ પસંદ આવે છે. આ એક પ્રકારનો આર્ટ પણ છે. તમે સામાન્ય રીતે તો ઘણી બધી લાજવાબ તસ્વીરો જોયેલી હશે, પરંતુ આ તસ્વીર ખુબ જ શ્રેષ્ઠ છે. પ્રકૃતિનાં ખોળામાં એક ખુણામાં કોઈ જગ્યાએ કપડા વગરની એક મોડલ છુપાયેલી છે, જેને તમે ધ્યાનથી જોશો ત્યારે તમને નજર આવશે.

લોકો ઘણી અલગ અલગ રીતે પોતાના આર્ટ ને પ્રદર્શિત કરતા હોય છે. તેમાં બોડી પેઈન્ટિંગ પણ સામેલ છે. આ આર્ટમાં આર્ટિસ્ટ પોતાના મોડલને એવી રીતે કોઈ ચીજ જેવા બનાવે છે કે તેમાં શરીર વિશે જાણ થતી નથી.

જર્મનીમાં રહેવાવાળા આર્ટિસ્ટ જોર્ગ ડેસ્ટરવર્લ્ડ દ્વારા ઘણા કલાકો સુધી પોતાની મહિલા મોડલને પ્રકૃતિની જેમ કલર કરીને તૈયાર કરેલ છે. તેણે એટલું શાનદાર બોડી પેઈન્ટિંગ કર્યું હતું કે જોનારા લોકો એક વખતમાં જાણી શકતા ન હતા કે સમગ્ર તસ્વીરમાં વ્યક્તિ ક્યાં બેસેલ છે.

ફક્ત મોડલ તૈયાર કરવામાં નહીં, પરંતુ જોર્ગ ડેસ્ટરવર્લ્ડ તે વાત ઉપર પણ ભાર આપે છે કે તેની મોડલની ફોટોગ્રાફી પણ ખુબ જ શાનદાર થાય. તમને જણાવી દઇએ કે આ તસ્વીરોને જર્મનીનાં લૈંગનફિલ્ડ માં લેવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *