પ્રશ્ન : હું ૩૫ વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી છું, મારા લગ્નમય જીવનના ત્રાસમાંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુક્તિ અપાવી. તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી. મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચાહવા લાગી અને અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ ગયા. હું નોકરી કરું છું અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે. કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું. મારી ખાસ બહેનપણી, જે મારી બધી વાતો જાણે છે, તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું. એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે. મારે લગ્ન કરી લેવા જોઈએ. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું. કદાચ તે સાચું કહે છે. મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી. શું કરવું જોઈએ? સલાહ આપશો? – એક યુવતી (જામનગર)
ઉત્તર : તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે, તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.
પ્રશ્ન : હું ૪૦ વર્ષની પરિણીતા છું. લગ્નના ૧૦ – ૧૨ વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠેપોેતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી. તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી. તેના આવ્યાને ૩ વર્ષ પછી મને દીકરો જન્મ્યો. દીકરો નાનો હતો, એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી, પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું. તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું. તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી. હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે. અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે. પણ એવું શક્ય નથી લાગતુ. શું કરીએ? – એક સ્ત્રી (હિંમતનગર)
ઉત્તર : નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે. તે સ્વાભાવિક છે, જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે. તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવાથી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે, જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે. તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો. સંબંધમાં કડવાશ ઊભી થાય, તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય. જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય. જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો.
પ્રશ્ન : મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે. સેક્સ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સેક્સની ઈચ્છા થાય છે, પણ સેક્સ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. શું મને આર્થાઈટિસ હશે? મારે શું કરવું જોઈએ? – એક પતિ (વડોદરા)
ઉત્તર : તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે. આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે. જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે. ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે. ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે. એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સેક્સ કરવું સલાહભર્યું છે. સેક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે. જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સેક્સ કરવાનું રાખશો તો તમારી સેક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.
પ્રશ્ન : હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું. ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું. તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું. શું આ ઑપરેશનોની મારા દામ્પત્યજીવન પર તો કોઈ અસર નહીં થાય ને? ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે. ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે? – એક કન્યા (ગાંધીનગર)
ઉત્તર : આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય, પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે, ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો. પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.
પ્રશ્ન : હું ૨૬ વર્ષની પરિણીતા છું અને ગામડામાં રહું છું. અમારા લગ્નને છ વર્ષ થઈ ગયાં છે, પરંતુ હજુ સુધી હું સગર્ભા નથી બની. લગ્ન પછી શરૂઆતનાં સાડા પાંચ વર્ષ સુધી પતિને બાળક જોઈતું નહોતું. તેથી સહવાસની અંતિમ પળોમાં એ વિડ્રો કરતા હતા. હવે છ મહિનાથી એ પણ સંતાન ઈચ્છે છે, પરંતુ એમાં સફળતા નથી મળતી. ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગઈ ત્યારે તેમણે એવી સલાહ આપી કે તમારે બંનેએ ચેકઅપ કરાવવું જોઈએ. મારા પતિ આના માટે તૈયાર નથી. તેમના જીવનમાં એક બીજી સ્ત્રી પણ છે, પરંતુ હું માતા બનવા માગું છું. મેં બે-ત્રણ વાર સોનોગ્રાફી પણ કરાવી છે. એકવાર ડૉક્ટરે કહ્યું કે બીજ બહુ નાનું બની રહ્યું છે. બીજી વખત એવું કહ્યું કે બીજ પોતાના સ્થાનેથી છૂટું નથી પડતું. ડૉક્ટરે મને એક ઈન્જેક્શન પણ આપ્યું, પરંતુ આનું કોઈ યોગ્ય પરિણામ નથી આવ્યું. આવા સંજોગોંમાં હું કેટલીક બાબતો જાણવા માગું છું. એક તો એ કે માસિકચક્રના કયા દિવસોમાં સમાગમ કરવો લાભદાયી બને છે? બીજું એ કે જો સમાગમ વખતે યોનિ શુષ્ક રહે તો શું ગર્ભાધાનમાં મુશ્કેલી થઈ શકે છે? હકીકતમાં જ્યારે પણ એ સમાગમ કરે છે ત્યારે મારો મૂડ નથી હોતો. આ કારણસર યોનિ શુષ્ક રહે છે. હું ખૂબ ટેન્શનમાં જીવું છું અને ઘણવાર આત્મહત્યા કરવાની ઈચ્છા થાય છે. મેં સાંભળ્યું છે કે ઉંમર વધવાની સાથે સાથે સ્ત્રીની માતા બનવાની ક્ષમતા ઓછી થતી જાય છે.
ઉત્તર : એ વાત સાચી છે કે ઉંમર વધવાની સાથે સાથે સ્ત્રીની માતા બનવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થતી જાય છે, પરંતુ આ વાત જે સ્ત્રીઓ ૩૦ વર્ષની વય વટાવી ચૂકી હોય એને લાગુ પડે છે. તમે તો હજુ ૨૬ વર્ષના છો તેથી આ વિશે બિનજરૂરી ટેન્શન ન રાખવું એ તમારા માટે સારું રહેશે. જ્યાં સુધી માસિકચક્ર અને ગર્ભાધાન માટે યોગ્ય દિવસોની ગણતરીનો સવાલ છે તો એ મોટાભાગે માસિકચક્ર કેટલું નિયમિત છે એના પર આધાર રાખે છે. જે સ્ત્રીઓના માસિકચક્રમાં દિવસોનો મોટો ફેરફાર થતો નથી તેમના માટે આની ગણતરી કરવી સરળ છે. તેમનામાં આ દિવસ બીજું માસિક શરૂ થવાની તારીખના ૧૪ દિવસ પહેલાં આવતો હોય છે જેમ કે, જો બીજા માસિકધર્મની તારીખ ૨૦ માર્ચ હોય તો તેમનામાં બીજ છૂટું પડવાની તારીખ છ માર્ચની આસપાસ હશે. આના બે-ત્રણ દિવસ પહેલાથી શરૂ કરીને એક દિવસ પછી સમાગમ કરવો ગર્ભાધાન માટે યોગ્ય રહેશે. કેટલાક અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી પણ લગભગ ૧૦ ટકા કિસ્સાઓમાં ગર્ભાધાન ન થઈ શકવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એવું મનાય છે કે ઘરનું વાતાવરણ અને સ્ત્રીની મનોદશા આની નિષ્ફળતા માટે જવાબદાર હોઈ શકે છે. તેથી, તમે તમારું માતા બનવાનું સપનું સાકાર થતું જોવા ઈચ્છતા હો તો તમારો દ્રષ્ટિકોણ પણ પોઝિટિવ બનાવો. તમામ કોશિશો કર્યા પછી પણ જો નવ મહિનામાં તમને ગર્ભધારણ કરવામાં સફળતા ન મળે તો યોગ્ય એ રહેશે કે તમે બંને તમારું ચેકઅપ કરાવો. સંતાન ન થવાનાં કારણોની તપાસ કરાવવાથી સ્ત્રી અને પુરુષ બંનેમાં લગભગ એકસરખી ખામી જોવા મળે છે. યોગ્ય કારણ જાણીને યોગ્ય સારવાર કરાવવાથી લગભગ ૭૦ ટકા કિસ્સાઓમાં ખાલી ખોળો ભરી શકાય છે.
પ્રશ્ન : હું ૨૩ વર્ષની યુવતી છું. મારી ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી મારાં અંગો જેવાં કે કિડની, હૃદય વગેરેનું દાન કરું જેનાથી કોઈને મદદગાર બની શકું. આ માટે મારે શું કરવું જોઈએ? આ માટે કોઈ સંસ્થામાં ફોર્મ ભરવું જરૂરી છે? એ માટેની વિધિ શું છે? આ અંગે માહિતી આપશો.
ઉત્તર : તમારી ઉદારતા અને સહૃદયતા અભિનંદનને પાત્ર છે. જો દેશમાં કેટલાક લોકો પણ તમારી જેવી વિચારસરણી કેળવે તો અંગદાનના પ્રશ્નને હલ કરી શકાય. અકસ્માતમાં તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર કરાયા બાદ અને તેનાં કુટુંબીજનોની સંમતિથી અંગદાન શક્ય બને છે. સામાન્ય સંજોગોમાં કોઈનું મૃત્યુ થાય તો આવી સંભાવના ઓછી જ હોય છે. આવી સ્થિતિમાં માત્ર નેત્રદાન જ કરી શકાય છે. આ માટે નજીકમાં રહેલી કોર્નિયા પ્રત્યારોપણ આંખની હોસ્પિટલને જાણ કરવી જરૂરી છે. આંખના ડોક્ટર મૃત્યુ પામનાર વ્યક્તિને ઘરે જઈ તેની આંખો સાવધાનીપૂર્વક બહાર કાઢી તેનું બીજામાં રોપણ કરી શકે છે. જો કોઈ નેત્રદાન કરવા ઈચ્છતું હોય તો પોતાના જીવનકાળ દરમિયાન તે માટેનું ફોર્મ ભરી શકે છે, પરંતુ આવી ભાવુક સ્થિતિમાં કુટુંબીજનોની હાલત નાજુક અને સંવેદનશીલ હોય છે અને અવસાન પામનારની ઈચ્છા પૂરી કરવાની હોય તો કુટુંબની કોઈ વ્યક્તિ આ કાર્યવાહી કરે. આ માટે કાયદાકીય પત્ર પણ ભરવું જરૂરી નથી હોતું. જો મૃત્યુ પામનાર વ્યક્તિએ મૃત્યુ પહેલાં પોતાની ઈચ્છા પ્રગટ કરી હોય અને કુટુંબીજનો તે બાબતની પરવાનગી આપી દે તો આવું દાન થઈ શકે છે.
પ્રશ્ન : હું ૨૧ વર્ષની યુવતી છું. મારા આગળના ચાર દાંત વાંકાચૂંકા છે. જેના કારણે હું કાયમ લઘુતાગ્રંથિ અનુભવું છું. ખુલ્લી રીતે હસી શકતી નથી. શું કોઈ એવો ઈલાજ છે કે દાંતને યોગ્ય સ્થિતિમાં લાવી શકાય? આ માટે શું કરવું જોઈએ?
ઉત્તર : તમારા આગળના દાંત માટે દાંતના ડૉક્ટરને મળો કે જે ઓર્થોડેન્ટિસ્ટ હોવા જોઈએ. તે બ્રેસીસની મદદથી ટેન્શનયુક્ત તારનો ઉપયોગ કરી પહેલાં દાંતને યથાસ્થાને લાવશે ત્યારબાદ નવી જગ્યા પર બળપૂર્વક લાવવા માટે તેને રિટેનર ડિવાઈસથી રોકી રાખશે. આ સારવાર માટે દોઢથી બે વરસનો સમય લાગશે. આશરે એક હજાર રૂપિયાનો ખર્ચ થશે.
પ્રશ્ન : હું ૨૬ વર્ષની ગૃહિણી છું. પંદર મહિનાની પુત્રીની માતા છું. હજુ તેને સ્તનપાન કરાવું છું. મારી મૂંઝવણ મારા સ્તનની છે. તે વધુ પડતાં મોટાં થઈ ગયાં છે. બાળકીને સ્તનપાન કરાવ્યા પછી વધુ ઢીલાં પડી ગયાં છે તથા લચી પડયાં છે. તેના બેડોળ થવાથી હું શરમ અનુભવું છું. કોઈ દવા અથવા કસરત છે જે સ્તનની બેડોળતા સુધારી શકે? ડિલિવરી પછી પેટ પર નિશાન પડી ગયાં છે. લગ્નને હજુ માત્ર ત્રણ વર્ષ જ થયાં છે. મને ચિંતા સતાવી રહી છે.
ઉત્તર : સ્ત્રીનું શરીર માતા બનવાથી ઘણા પરિવર્તનમાંથી પસાર થાય છે. સ્તનના આકારમાં વૃદ્ધિ થાય છે. તેના દેખાવમાં પણ ફેરફાર થાય છે. પેટ પર નિશાન ઊપસી આવે છે. જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે છે, સ્તનમાં દૂધ રહેવાથી પણ સ્તન મોટાં દેખાય છે. આવાં કેટલાંક પરિવર્તનનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો. પેટ પર પડેલાં નિશાન દૂર કરવા માટે તમારે કેટલાક મહિના વિટામિન-ઈ યુક્ત કોઈ ક્રીમ લગાવવું જોઈએ. નિશાન આછાં થઈ જશે. સ્તનના આકારને લઈને મૂંઝાશો નહીં. કોઈ દવા કે કસરત તેમાં ફેરફાર નહીં કરાવી શકે.
પ્રશ્ન : મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારા પતિની ઉંમર ૩૫ વર્ષની છે. અમને બે બાળકો છે. અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે. અમારા એક મિત્ર છે. એમની ઉંમર ૩૭ વર્ષની છે અને એમની પત્નીની ઉંમર ૩૪ વર્ષની છે. અમને ચારેયને ‘ફોર અ ચેન્જ’ પાર્ટનર ચેન્જ કરીને સમાગમ કરવાનું થાય છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે? એક મહિલા (સુરત)
ઉત્તર : આપણે ત્યાં એક જમાનામાં લગ્નની પ્રથા જ નહોતી. ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી. લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૃ કરી. એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા. શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, ‘આ શું છે?’ ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘આ ગોધર્મ છે, ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.’ ‘શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૃ કરી.
ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે… અલબત્ત નિર્ણય લેતાં પહેલાં ત્રણ ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે. આ ત્રણ ‘આર’ છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ. તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો રાઈટ(હક) છે. પણ રાઈટની જોડે રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) રહેલી છે. અજાણી વ્યક્તિ જોડે સમાગમ કર્યાં પછી કોઈ બીમારી તો નહીં લાગે ને! એઈડ્સ જેવી ખતરનાક બીમારીને નોતરું તો નહીં આપી બેસું ને! આ કામ કર્યા પછી મારાં બાળકોને કે કુટુંબમાં ખબર પડી જશે તો? જેની જોડે સમાગમ કર્યો એ વ્યક્તિ બીજા એના મિત્રોને કહી દેશે તો? આ વિશેની કોઈ ભાવના કે હીનભાવના મને પાછળથી સતાવશે તો નહીં? આ બધા પ્રશ્નો સમજી વિચારીને પછી જ વ્યવસ્થિત રીતે આગળ વધવું જોઈએ. રાઈટ અને રિસ્પોન્સિબિલિટી સાથે રિસ્પેક્ટ (માન, આદર) પણ હોવો જરૃરી છે. આ કાર્ય કર્યા પછી યોગ્ય માન અને આદર પોતાના માટે અને સામેવાળી વ્યક્તિ માટે સચવાવું આવશ્યક બની શકશે કે નહીં? આ ત્રણેય ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો મહદંશે એ નિર્ણય તમારા હિતમાં રહેશે.
નોંધ : એક જ વ્યક્તિ જોડે, એક જ રીતે, એક જ સમયે, એક જ શયનખંડમાં સમાગમ યોજવાથી જરાક મોનોટોની (એકસરખી ક્રિયા પછી સર્જાતી કંટાળાજનક સ્થિતિ) આવે એ સ્વાભાવિક છે. પણ એ મોનોટોની દૂર કરવાના ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે. જેવા કે એકબીજાને ઉત્તેજના પમાડે અને સમાગમમાં નવીનતા બક્ષે એવો આનંદયુક્ત વ્યાયામ. આની વાત ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં કરી છે અને એ જ વાતનું પુનરાવર્તન અમેરિકાના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ માસ્ટર્સ અને જોનસને કર્યું છે. સંવનન (સંભોગ પહેલાંની ગતિવિધિ)નો આનંદ અને તે મેળવવાની કળા એ ઘણીવાર કંટાળાજનક બનતાં જતાં લગ્નજીવનની ઉત્તમ અને અજોડ ચાવી સાબિત થઈ શકે.
પ્રશ્ન : હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે. હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે. શું આ બટાટાને આભારી હશે? એક ભાઈ (મુંબઈ)
ઉત્તર : બિલકુલ નહીં… બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.
પ્રેમ અને પરણવાને કારણે કોઈ સીધો સંબંધ ખરો? એક યુવક (અમદાવાદ)
પ્રેમ અને પરણવાને કોઈ સીધો સંબંધ નથી. પ્રેમ થવો એ સહેલું છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કરવાં એ સહજ છે પણ પચાવવા તેજ છે. પ્રેમ હોય તો પરણી શકાય અને પણ્યા હો તો પણ પ્રેમ કરી શકાય. પ્રેમ એ વિવેચનનો નહીં પણ સંવેદનાનો વિષય છે. તુષાર શુકલએ બહુ સુંદર લખ્યું છે કે ‘પ્રેમ એ અવસ્થા છે અને પરણવું એ વ્યવસ્થા છે.’