ગયા સપ્તાહે આપણે સ્ત્રીને સે*ક્સ માટે કેવી રીતે તૈયાર કરવી તે માટેના કેટલાક ઉપાયોની ચર્ચા કરી હતી. આજે એ ચર્ચા આગળ વધારીએ. સે*ક્સ, માત્ર ગુપ્તાંગોની જ નહીં પરંતુ સમગ્ર કાયાની ક્રિયા : મોટાભાગની સ્ત્રીઓ સમાગમની શરૂઆત તેમનાં સ્તન કે યોનિને સ્પર્શ કરવાથી થાય તેવું નથી ઈચ્છતી હોતી. સમાગમમાં તેમનાં તમામ અંગોનું મર્દન થાય તેવું સ્ત્રીઓ ઈચ્છે છે. સ્ત્રીનાં ગુપ્તાંગોને સ્પર્શ કરી તેને ઉત્તેજિત કરવા કરતાં તેના શરીરનાં અન્ય અંગો જેવાં કે તેની પીઠ પર ચુંબન કરીને, તેના ખભા કે કાનની નીચે તસતસતુ ચુંબન કરીને અથવા તેની જાંઘો પર હળવેકથી આંગળીઓ ફેરવી તેને ઝડપથી તૈયાર કરી શકાય છે.
સે*ક્સ માણતાં પહેલાં તે માટે ઘરમાં જ વાતાવરણ તૈયાર કરો. તમારા બે સિવાય તમામ લોકોની પરોક્ષ હાજરીને પણ ટાળો. આ માટે ફોન બાજુમાં મૂકી દો, ટીવી ચાલુ ન કરો. માત્ર હળવું રોમેન્ટિક સંગીત, ઝાંખો પ્રકાશ અને તમે બે જણાં. એકબીજા સાથે રોમેન્ટિક સંવાદોની આપ-લે દ્વારા સમાગમ માટેનું વાતાવરણ તૈયાર કરો. આજના દોડભાગવાળા જીવનમાં પતિ- પત્ની એકબીજા પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે પૂરતો સમય ફાળવી શકતાં નથી, પરંતુ જ્યારે પણ તમે તમારી પત્નીને બહાર જમવા લઈ જતા હોવ ત્યારે સરપ્રાઈઝ રૂપે તેની મનપસંદ રેસ્ટોરાંમાં લઈ જાવ અથવા તો તેના મનગમતા અભિનેતાનું પિકચર જોવા લઈ જાવ.
આ પ્રયોગો અમલમાં મૂક્યા બાદ તમે તેની લાગણીઓનું કેટલું ધ્યાન રાખો છો તે શબ્દોમાં વ્યક્ત કરવાની જરૂર બહુ ઓછી થઈ જાય છે. તમારી પત્ની કેવી રીતે ઉત્તેજિત થાય છે જો તમે તે જાણી ન શકતા હોવ તો મૂંઝાવાની જરૂર નથી, તમે તેને સીધેસીધું પૂછીને પણ તે દિશામાં આગળ વધી શકો છો.
સંબંધોની ગરિમા નિભાવો:પુરુષો લગ્નને એક જવાબદારીની ભાવના સમજે છે, આમ છતાં કેટલીક સ્ત્રીઓને તેમના પતિ તેમની તરફ પૂરતું ધ્યાન નહીં આપતા હોવાની ફરિયાદ હોય છે. ૩૫ વર્ષથી સુખી લગ્નજીવન જીવનાર બીના તેના પતિને ખૂબ ચાહે છે. તેને સે*ક્સ એન્જોય કરવામાં પણ મજા આવે છે. આમ છતાં તેનો પતિ મનીષ જ્યારે તેને એકાએક સંભોગ કરવા કહે છે ત્યારે તે વ્યથિત થઈ જાય છે. બીનાના મતે જ્યારે તે મારી સમક્ષ આવી માગણી કરે છે ત્યારે મને એવું લાગે છે કે હું માત્ર સે*ક્સ એન્જાય કરવાનું એક સાધન છું. હું તેના માટે સે*ક્સ માણવાના સાધન કરતાં પણ કંઈક વિશેષ છું તે તેણે સમજવાની જરૂર છે. જો કે મનીષ પોતાને અનહદ ચાહે છે તેવું તે કબૂલે છે.
તમે પ્રેમ કરો છો:કોઈપણ સ્ત્રીને જ્યારે પૂછવામાં આવે કે કઈ બાબત તેને સે*ક્સ તરફ દોરી જાય છે ત્યારે મોટાભાગની સ્ત્રીઓનો જવાબ હશે કે તેમના પતિ દ્વારા તેમને પ્રેમથી કહેવાયેલાં રોમેન્ટિક વાક્યો તેમને સે*ક્સ તરફ દોરી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના પુરુષો આ બાબતથી કાં તો અજાણ હોય છે કાં તો તેનો અમલ નથી કરતાં. બેન્કમાં નોકરી કરતી ૪૦ વર્ષીય પ્રિયંકાના જણાવ્યા અનુસાર હું જ્યારે પણ મારા પતિને‘આઈ લવ યુ’ કહું છું ત્યારે તે માથું હલાવી કહે છે કે હા મને ખબર છે પણ તે ક્યારેય સામેથી મને ‘આઈ લવ યુ’ નથી કહેતો.
હું જ્યારે પણ તેના મોઢેથી તે શબ્દો સાંભળવા માટે પ્રયત્નો કરું તો તેને તે હસી નાખે છે. પરંતુ ૩૩ વર્ષીય ગૃહિણી અનારને પોતાના પતિ તરફથી પ્રેમાળ વાક્યો સાંભળવા માટે કોઈ વિશેષ પ્રયત્નો કરવા પડતા નથી. તેનો પતિ ઓફિસે જતાં પહેલાં ફોનમાં હંમેશાં તેના પ્રેમનો એકરાર કરે છે. અનારના મતે તેમનો માદક સ્વર જ સે*ક્સ માટે ઉત્તેજના પૂરી પાડે છે.‘