ઓસ્ટ્રેલિયાના બે સાપ પકડનારાઓએ દાવો કર્યો છે કે તેઓએ ત્રણ નર સાપને એકબીજા સાથે લડતા જોયા છે. આ ત્રણ નર સાપ માદા સાપ એટલે કે નાગિન માટે લડી રહ્યા હતા. સાપ પકડનારાઓએ પુરાવા તરીકે સાપની લડાઈની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.
મોટા ભાગના લોકોએ સાપ મુંગુસની લડાઈની સાથે સાથે બે સાપની લડાઈ જોઈ કે સાંભળી હશે, પરંતુ અહીં અમે તમને જણાવી દઈએ કે તમે ચાર સાપની લડાઈ વિશે સાંભળ્યું નહીં હોય, એવો જ એક કિસ્સો બન્યો બે સાપ વચ્ચે. ઓસ્ટ્રેલિયાના સાપ પકડનારાઓએ દાવો કર્યો છે કે તેઓએ ત્રણ નર સાપને એકબીજા સાથે લડતા જોયા છે. આ ત્રણ નર સાપ માદા સાપ એટલે કે નાગીન માટે લડી રહ્યા હતા. સાપ પકડનારાઓએ પુરાવા તરીકે સાપની લડાઈની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.
‘ડેઇલી સ્ટાર’ના અહેવાલ મુજબ, હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં બે સાપ પકડનારાઓને એક ઘરમાં સાપ હોવાનો ફોન આવ્યો હતો.મહિલાએ સાપ પકડનારાઓને કહ્યું કે તેના ઘરની બાલ્કનીમાં ઘણા સાપ એકબીજાની આસપાસ લપેટાયેલા છે. મહિલા ખૂબ ડરી ગઈ હતી. તેણે તરત જ આ સાપોને બચાવવા માટે અપીલ કરી.
માહિતી મળતાં જ જ્યારે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી તો તેમને ત્યાં વિચિત્ર સ્થિતિ જોવા મળી. સાપ પકડનારાઓને ચાર સાપ એકસાથે વીંટાળેલા જોવા મળ્યા. તેણે જણાવ્યું કે તેમાંથી ત્રણ પુરુષ હતા જ્યારે એક સ્ત્રી હતી.
વાઇલ્ડ રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર માદા માટે ત્રણ નર સાપ એકબીજા સાથે અથડાયા હતા. ટીમે આ ઘટનાનો વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આવી વસ્તુઓ દરરોજ જોવા મળતી નથી. રેસ્ક્યુ ટીમનું કહેવું છે કે તેઓએ તેમની લાંબી કારકિર્દીમાં આવું ક્યારેય જોયું નથી. માદા માટે નર સાપની આવી લડાઈ ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં ટીમે તમામ સાપોને અલગ કરી જંગલમાં છોડી દીધા હતા.
Terrifying rare 'snake orgy' discovered with horny males fighting for one femalehttps://t.co/xeYc2WOPUe pic.twitter.com/EDpaKUH2kG
— Daily Star (@dailystar) October 1, 2021
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]