પ્રશ્ન: પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.
ઉત્તર: આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ.તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કારણ શું છે. ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.
પ્રશ્ન: કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે?
ઉત્તર: આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે. વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે. લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે.
પ્રશ્ન: સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે?
ઉત્તર: મોટાભાગના લોકો ‘ફ્રિજિડિટી’ શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, કયારેક- કયારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશયક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.
પ્રશ્ન: સંભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે?
ઉત્તર: શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ/ એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.
પ્રશ્ન: ઢીલી યોનિનો શો ઉપાય છે?
ઉત્તર: સામાન્ય રીતે ડિલીવરી પછી યોનિ ઢીલી થઈ શકે છે. યોનિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે ‘કેગલ’ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે. આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યોનિની ઢીલાશ ઓછી થઈ શકે છે.
પ્રશ્ન: શું કેટલીક સ્ત્રીઓ ગુદામૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ?
ઉત્તર: હા, કેટલીક સ્ત્રીઓને ગુદામૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિના હોઠોને વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે. જે સંભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.
પ્રશ્ન: શું સ્ત્રીએ યોનિ- ડુશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ?
ઉત્તર: ના, આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણમાં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે. ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેનો સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.