રિસાયેલા ગણપતિ- અહિયાં મંદિર નથી પરંતુ ગણપતિ રીસાયને હાથમાં લાડુની ટોકરી લઈને બેઠા છે, જુઓ વિડિયો…

મિત્રો આજે આપણે એક ગણપતિ બાપા કે જે રિસાયેલા હોય તેના વિશે વાત કરીશું. ગુજરાત રાજ્યના હાલોલ તાલુકાના ડેસર ગામના જંગલમાં રીસાયેલા ગણપતિજી બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતાના હાથમાં લાડુંની ટોકરી લઈને બેઠા છે અને ભગવાન ગણેશની આ પુરાણીક મૂર્તિ છે.

આ ગણપતિને મોદક ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેસર અને પાંચ ખોબલા ગામના જંગલમાં આવેલી ભગવાન ગણેશની આ મૂર્તિ અનેક ભક્તો માટે આસ્થાનું પ્રતિક બની ગયું છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતાના ભક્તોને મનવાંછિત ફળ આપતા હોવાથી આજુબાજુના ગામથી અને દૂર દૂરના શહેરોમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે.

ભગવાન ગણેશજીનું આ મંદિર દશરથ તળાવની કિનારે આવેલું છે અને મોદક ગણેશ વિશે એક દંતકથા પણ જોડાયેલી છે. લોકવાયકા પ્રમાણે ભગવાન શંકરના સૌથી મોટા પુત્ર કાર્તિકેયના લગ્ન અહીંયા થયા હતા જ્યારે ભગવાન શંકર પોતાના પુત્રના લગ્નની જાન લઈને આવ્યા હતા ત્યારે થોડો સમય વિશ્રામ કરવા માટે અહિયાં રોકાણા હતા અને ત્યારબાદ અહીંયાથી જાય છે.

પરંતુ ભગવાન ગણેશજીને ભૂખ લાગતાં તેઓ પોતાના હાથમાં લાડું ટોકરી લઈ લે છે ત્યારે કેટલાક દેવતાઓ તેમને જોઈને તેમની મજાક ઉડાવે છે અને તે જોઈને ભગવાન ગણેશ નારાજ થઈને બેસી જાય છે અને લગ્નમાં જવાનો ઇનકાર કરે છે. બધા તેમને ખૂબ જ સમજાવે છે પરંતુ ભગવાન ગણેશ નથી માનતા અને લગ્નમાં જતા નથી ત્યારે બધા દેવોએ તેમને આશીર્વાદ આપ્યા કે તમે અહીંયા લાડુની ટોકરી સાથે પૂજાશો.

એવું પણ કહેવાય છે કે જ્યારે શ્રવણ પોતાનાં મા-બાપને લઈને આવે છે ત્યારે તેને રાજા દશરથનું બાણ વાગે છે અને અહીં આવેલા શિવાલય પાસે શ્રવણના ચિત્રો અને શિલાલેખ પણ જોવા મળે છે. ભગવાન ગણેશજીના મંદિર પાસે એક શિવાલય પણ આવેલું છે. કહેવાય છે કે સંભોગથી સમાધિ સુધીના ચિત્રો અને કોતરણી વાળા સેન્ડ સ્ટોનમાંથી બનાવેલું શિવાલય પણ અહીંયા આવેલું છે જે આક્રમણ સમયે નષ્ટ થઈ ગયું હતું.

વિડિઓ જુઓ:

https://youtu.be/kr9lRmDoF04

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *