રવિના ટંડને ભોપાલના રસ્તાઓ પર ચલાવી સ્કૂટી, વીડિયો થયો વાયરલ…

બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસ રવિના ટંડન તેની સાદગી માટે જાણીતી છે. તેની પર્સનલ લાઈફમાં તે કેમેરાની નજરથી દૂર તેના પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે. હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે ફેન્સનું દિલ જીતી લીધું. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેયર કરતા રવિના ટંડને લખ્યું, ‘ભોપાલમાં રહેવાની મજા માણી રહી છું, અહીં બધા જ ખૂબ જ પ્રેમાળ છે અને ભોપાલના લોકોની જેમ કોઈ મહેમાનનવાઝી કરી શકતું નથી.’

રવિના ટંડનની આ પોસ્ટ પર એક્ટ્રેસના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “અમે તમને ખૂબ જ પસંદ કરીએ છીએ, મેમ #ઝારખંડ. તો અન્ય એક ફેને લખ્યું છે કે ભોપાલમાં તમારું સ્વાગત છે. રવિનાની એક ફેને તેની ફેવરિટ એક્ટ્રેસની સ્કૂટી રાઈડના પણ ખૂબ વખાણ કર્યા.

અહીં જુઓ રવિનાએ શેયર કરેલો વીડિયો

હાલમાં ભોપાલમાં શૂટિંગ કરી રહી છે રવિના ટંડન

તમને જણાવી દઈએ કે રવિના હાલમાં ભોપાલમાં છે. ત્યાંથી તેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં તે સમોસા ખાઈ રહી છે અને સ્કૂટી ચલાવી રહી છે. સફેદ સાડી પહેરીને રવિનાએ ત્યાંની મહિલાઓ સાથે ફોટો માટે પોઝ પણ આપ્યા હતા. ઈ-રિક્ષાનો આનંદ લીધો અને ઘણા લોકોને ઓટોગ્રાફ આપતી પણ જોવા મળી હતી. આ વીડિયો જોઈને લાગે છે કે તે કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સાથે છે અને તે તેની અપકમિંગ એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

ખૂબ જ નાની ઉંમરે રવિના ટંડને શરૂ કરી હતી એક્ટિંગ

રવિના ટંડને ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેની અને અક્ષય કુમારની જોડી ઘણી હિટ રહી હતી. 2004માં રવિના ટંડને બિઝનેસમેન અનિલ ઠંડાની સાથે લગ્ન કર્યા હતા, અનિલ અને રવિનાને બે બાળકો રાશા અને રણવીર છે, આ સિવાય રવીનાએ બે પુત્રીઓ દત્તક લીધી છે, પૂજા અને છાયા. રવીનાએ માત્ર 21 વર્ષની ઉંમરે બે છોકરીઓને દત્તક લીધી હતી, આ માટે રવિનાએ લાંબી કાનૂની લડત લડી હતી અને સિંગલ પેરન્ટ હોવા છતાં તેણે છોકરીઓને દત્તક લઈને કમાલ કરીને બતાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *