રાતે સુતા પહેલા પાર્ટનર સાથે ભૂલથી પણ ના કરો આવી ભૂલો, નહીંતર સંબંધોમાં આવી શકે છે ખટાશ…

ઘણી વાર લગ્નના થોડા સમય સુધી, પતિ પત્ની વચ્ચે બધું નોર્મલ રહે છે, પરંતુ થોડા સમય પછી, બંનેના સંબંધ વચ્ચે અંતર થવા લાગે છે. જેના કારણે લોકોની સારી રીતે ચાલતી પરિણીત જિંદગી પણ બરબાદ થાય જાય છે. અને આ ખટાશ પાછળ નાની નાની વાતો જવાબદાર હોય છે. ચાલો આપણે જાણીએ કે સુતા પહેલાં પાર્ટનર સાથે શું ન કરવું જોઈએ?

સુતા પહેલાં ઓફિસ અથવા સંબંધીઓની વાત : રાત્રે સુતા પેહલા બેડરૂમમાં તમારા બંનેની પાસે જે સમય હોય છે તેનો સદુપયોગ કરો. એવું ન થવું જોઈએ કે તમે તમારા સાથી સાથે બેસીને તમારા ઓફિસ અથવા સંબંધીઓ વિશે વાત કરો. આમ કરવાથી તમારા પાર્ટનર ઇરિટેટ થાય શકે છે. આ તમારા બંનેનો સમય છે અને આ સમયને એકબીજા સાથે પ્રેમથી વાતો કરવામાં વિતાવો.

સુતા પહેલાં લેપટોપ અથવા મોબાઇલ : ઘણી વાર એવું બને છે કે કપલમાં બેમાંથી કોઈ એક રાત્રે સુતા પહેલાં લેપટોપ અથવા મોબાઇલ લઇ ને બેસી જાય છે. તે સમય છે તમારે લેપટોપ અથવા મોબાઇલ લઇને બેસવાનો નહિ પણ તમારા બંનેનો છે. આમ કરવાથી તમારા સંબંધમાં અંતર બનાવશો નહીં. આ કારણે તમારા બે વચ્ચે મતભેદ થાય શકે છે. ફક્ત તમારા સાથી સાથે રાતનો સમય વિતાવો. આમ કરવાથી તમારા વચ્ચે અંતર ઓછો થશે અને એકબીજા વચ્ચેનો પ્રેમ વધશે.

ભૂલોનો ટોપલો લઇને બેસો નહીં : જો તમે ઊંઘતા પહેલાં તમારા જીવનસાથી સાથે તેની આખા દિવસની ભૂલોનો રટણ શરૂ કરો તો તે કંટાળી જશે. આમ કરવાનું ટાળો એકબીજા સાથે સારી રીતે સંબંધ રાખવા માટે, રાત્રે આવી બાબતોની ચર્ચા ન કરો.

ગુડ નાઈટ કિસ પણ જરૂરી છે : પતિની કઈ પણ કહ્યા વગર સુઈ જવાની ટેવ પત્નીઓને ખુબ જ ખરાબ લાગે છે. સુતા પહેલાં, તમારે તમારા સાથીને ગુડ નાઈટ કિસ આપવી જોઈએ. આ તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે.

પીઠ ફેરવીને સુઈ જવું : પત્નીઓને પતિની રાતે પીઠ ફેરવીને સુઈ જવાની આદત પણ નથી ગમતી. આમ કરવાને બદલે, તમારે એકબીજાને હગ કરીને સૂવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *