ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થઇ ગયું છે. વાવાઝોડાના લેન્ડફોલ પહેલા અને બાદ દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ ઘણી જ ભયાનક બની છે. લેન્ડફોલ બાદ ત્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ પરિસ્થિતિ બને તે પહેલા જ તંત્ર દ્વારા દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતરણ કરાવી દીધું હતુ. જોકે, આ વાવાઝોડા બાદ પોરબંદર, દ્વારકા, જખૌમાં આખી રાત ભારે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો હતો. આ સાથે ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે 940 ગામડાઓમાં અંધારપટ છવાયો હતો.
જખૌ અને નલિયામાં વાવાઝોડાની અસરથી આખી રાત ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે વહેલી સવારથી સૂસવાટાભેર પવન સાથે વરસાદ પણ થયો હતો. આ પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા.
પોરબંદર જિલ્લામાં બિપોરજોયને કારણે રાતથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઇટ ગુલ થઇ ગઇ હતી. શહેરમાં અનેક જગ્યાઓ પર વૃક્ષો ધકાશાયી થવાની ઘટના બની છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
જુઓ વિડિઓ
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]