અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે વાવાઝોડું બિપરજોયની આંખ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે.
રાજ્યનાં અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ સર્જાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે બનાસકાંછામાં અંધારપટ્ટ જેવો માહોલ સર્જાયો છે. બનાસકાંઠામાં કાળા ડિંબાંગ વાદળોની સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદમાં પણ હાલ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
જેનો ડર હતો તે ‘બિપરજોય’ વાવાઝોડાનું ગુજરાતના દરિયકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાતા મુન્દ્રાના દરિયો ગાંડોતૂર બન્યો છે.
જુઓ વીડિયો :
https://youtu.be/KlAxDJBphlQ
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]