પોલીસે ભગવાન હનુમાનને લીધા કસ્ટડીમાં, પછી જે થયું તે જોઈને બધાના હોશ ઊડી ગયા, હેરાન રહી જશો…

બિહારના વૈશાલી જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શાંતિ જાળવવા માટે, ભગવાન હનુમાનને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવા પડ્યા હતા. આ કેસમાં પોલીસે બે અલગ-અલગ પક્ષો વતી બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. એક પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, “કેટલાક લોકોએ (તૃતીય પક્ષો) પાનાપુર ગૌરાહી ગામમાં બાલવા ક્વોરી ઠાકુરબારીમાં વિવાદિત જમીન પર ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આને લઈને ઠાકુરબારી કમિટીના લોકો રોષે ભરાયા હતા. ગુરુવારે જ્યારે કેટલાક લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને મૂર્તિને ત્યાંથી હટાવવાની માંગ કરી ત્યારે વિરોધ વધી ગયો હતો.” આ પછી બંને પક્ષો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. માહિતી મળતાં જ સદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેનો કબજો લીધો હતો.

હાજીપુરના નાયબ પોલીસ અધિક્ષક રાઘવ દયાલે કહ્યું કે બંને પક્ષોની લેખિત અરજીઓ બાદ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે “સાર્વજનિક જમીન પર મંદિર અથવા મૂર્તિની સ્થાપના પર પ્રતિબંધ છે. ભગવાન હનુમાનની મૂર્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રાખવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.” તેમણે કહ્યું કે વિવાદનો અંત લાવવા અને શાંતિ જાળવવા માટે, ભગવાન હનુમાનની મૂર્તિને ગામમાંથી હટાવી દેવામાં આવી હતી અને પોલીસે તેને કસ્ટડીમાં લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *