પત્ની એ પાડોશી સાથે ઘણી વાર માણ્યું શરીર સુખ, અને હવે પતિ સાથે…

પતિ પત્નીનો સંબંધ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે પવિત્ર અગ્નીની સાક્ષીએ લેવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં આ પવિત્રતા અને વિશ્વાસની ધરી પર ચાલતા સંબંધને કાળીમા લાગી છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિને કહ્યું કે, મારે તારી સાથે રહેવું નથી. મારે તો પાડોશમાં રહેતા યુવક સાથે સબંધ છે અને આટલી વાત આગળ વધી ગઇ કે પત્નીએ તેના પ્રેમી સાથે ફોન જોડીને પતિને આપી દીધો અને કહ્યું કે આપણા પ્રેમ સબંધ વિશે તું જણાવી દે અને થોડીવારમાં પ્રેમી અને પતિ વચ્ચે મારામારી થઈ અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ પોલીસે બન્ને પક્ષે મારામારીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ચાંદખેડાના કડી નાગરીક બેંક પાસે રહેતા ૩૦ વર્ષીય યુવક રાજેશ(નામ બદલ્યું છે) ઘરેથી પેન્ટીંગનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રીના સમયે યુવક તેમના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે તેમની પત્ની હેમાલી(નામ બદલ્યું છે) એ કહ્યું હતું કે, ‘મારે તમારી સાથે રહેવુ નથી. આપણા દ્યરની સામે રહેતા રાકેશભાઈ(નામ બદલ્યું છે)ના ભાણીયા રિતેશ(નામ બદલ્યું છે) સાથે છેલ્લા ત્રણ મહિનાથી મારે અફેર ચાલે છે.’ આમ કહીને યુવકની પત્નીએ તેના પ્રેમીને ફોન કરી વાત કરી હતી.આ બાબતે રાજેશ અને તેના પિતા દ્યરની બાલ્કનીમાં ઉભા રહીને વાતો કરતા હતા. આ દરમિયાન પત્ની હેમાલીનો પ્રેમી છરી લઇને ઘર પાસે આવ્યો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો.

દરમિયાન પગના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જો કે, આસપાસના લોકો ભેગા થઈ જતા રિતેશને વધુ માર મારવાથી રોકયો હતો. ત્યારબાદ રાજેશે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પત્નીના પ્રેમી રિતેશની વિરુદ્ઘમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બીજી તરફ રિતેશે પણ પોલીસ સ્ટેશનમાં રાજેશ અને તેના પિતાના વિરુદ્ઘમાં સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રવિવારની રાત્રિના સમયે પરિવાર સાથે દ્યરે હાજર હતો ત્યારે તેમના મામાના દ્યરની સામે રહેતા રાજેશે પત્ની હેમાલીના ફોનમાંથી ફોન કરી મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી બોલચાલ કરી દ્યરે બોલાવ્યો હતો.

જેથી રિતેશ દ્યરે મળવા માટે ગયો ત્યારે રાજેશ અને તેના પિતાએ ઝદ્યડો કરીને મારી પત્ની સાથે વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ઢોર માર માર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે બંન્ને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ત્રણ લોકોના વિરુદ્ઘમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *