પાડોશીને મળવા યુવકે ઘરમાં સુરંગ બનાવી, પછી જે થયું તે જોઈને હેરાન રહી જશો ચોંકી, બધા ચોંકી ગયા …

લોકો કહે છે કે પ્રેમ કરતા હોવ તો ડરવાનું કેમ! પ્રેમમાં લોકો એટલા પાગલ થઈ જાય છે કે તેઓ કોઈપણ હદ વટાવી દે છે. આવું જ કંઈક મેક્સિકોના તિજુઆના શહેરમાં જોવા મળ્યું. અહીં રહેતા એક મેસન (આલ્બર્ટો)નું તેના પરિણીત પાડોશી (પામેલા) સાથે અફેર હતું. જનાબ પોતે પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો હતો .

પરંતુ તેમ છતાં તે તેના પાડોશી સાથે પ્રેમમાં પડ્યો! આલ્બર્ટોએ પાડોશીના ઘરમાં પ્રવેશવા માટે એક સુરંગ ખોદી, જેની મદદથી તે ચુપચાપ પાડોશીના ઘરે જતો અને ધીમા પગે બહાર પણ આવતો. પરંતુ એક દિવસ પામેલાના પતિએ બંનેને રંગે હાથે પકડી લીધા અને સુરંગનો પર્દાફાશ થયો.

જ્યારે પતિ વહેલો ઘરે પાછો આવ્યો તો..

અહેવાલ મુજબ, આ અફેર ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે પામેલાના પતિ જ્યોર્જ  કામ પરથી વહેલા ઘરે પરત ફર્યા અને બંનેને રંગે હાથે પકડ્યા. જોર્જે આલ્બર્ટોને પલંગની પાછળ છુપાયેલો જોયો અને પણ તે અચાનક ગાયબ થઈ ગયો. જ્યોર્જે તેને બેડરૂમમાં લાંબા સમય સુધી શોધ્યો, પરંતુ કંઈ મળ્યું નહીં.

ખૂબ જ સારી રીતે બનાવી હતી સુરંગ

જ્યોર્જ આલ્બર્ટોના અચાનક ગાયબ થવું પચાવી શક્યો નહીં. આથી તેણે ઘરની તપાસ શરૂ કરી. આ દરમિયાન તેણે પલંગની નીચે એક સુરંગ જોઈ. જ્યોર્જ ટનલમાં ઉતર્યો અને આગળ ગયો, પછી તે આલ્બર્ટોના ઘરે પહોંચ્યો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સુરંગ ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવી હતી.આલ્બર્ટોની પત્નીને કહ્યું બધું પકડાયા પછી, આલ્બર્ટોએ જ્યોર્જને વિનંતી કરી કે તે તેની પત્નીને આ અફેર વિશે જાણ ન કરે. પરંતુ જ્યોર્જે તેની વાત ન માની, ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *