માં મોગલ ના પરચા અને ચમત્કાર અપરંપાર છે, આજે એવો જ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એક જર્નાલિસ્ટ મોગલ ધામ ના બાપુ મણિધર ને કેટલાક સવાલ પૂછી ને લોકો સુધી પહોંચાડે છે. જેમ કે સાળી ને પૈસા કેમ ના આપવા જોઈએ, મોગલમાં ની માનતા માટે કેટલા મંગળવાર રેવા જોઈએ, વગેરે…
ચાલો જાણીએ શું કહે છે મણીધરબાપુ. સૌથી પહેલા જર્નાલિસ્ટ એ બાપુ ને પૂછ્યું કે ઘણા લોકો નો એક પ્રશ્ન હોઈ છે કે સાળી ને પૈસા કેમ આપવાની ના પડીઓ છો ?, ત્યારે બાપુ એ તેનો ખુબ સુંદર જવાબ આપતા સમજાવ્યું કે : ” સાળી એ દીકરી ના કેવાય, દીકરી કોને કેવાય તો કે તમારી 80 વર્ષની ફઈ છે, 18 વર્ષની તમારી દીકરી છે, તમારી માં છે એ..” સાળી એ તમારા સસરા પક્ષની દીકરી છે. જો ક્યારેક રૂપિયા આપી દીયે તો સંબંધ માં પણ તકલીફ પડે છે. બાપુ કહે છે કે પહેલા દીકરી નો હક વધુ લાગે સાળી નો હક નહિ. કારણ કે જે શોભતું હોઈ એ જ શોભે.
ત્યારે બાદ બીજા સવાલ માં પૂછ્યું કે ” માતાજીના મંગળવાર કેટલા કરવા અને કેવીરીતે કરવા ? ” ત્યારે મણિધર બાપુ એ ખુબ સરસ સમજાવ્યું કે ” મનો મન મંગળવાર એવા ભરવા ના હે મોગલ મારુ કામ થઇ જાય તો હું ત્રણ મંગળવાર લાગઠ કે એક મૂકી ને એક કરીશ ” પરંતુ કેવી રીતે તો પહેલા તો તમારું મન શુદ્ધ રાખવાની જરૂર છે. એવા મંગળવાર રાખવાના કે સવાર માં હું શિરાવી લઈશ. બપોરે હરિહર , બપોર પછી રોંઢો અને સાંજે વારુ. બપોરે હરિરહર કરતા પહેલા કોઈ પણ દીકરી ને બેસાડી ને જમાડી લ્યો અને પછી જમવું. જેનાથી માં મોગલ એના 5 મંગળવાર માની લે છે. કોઈ વ્રત રેવાના નથી. મોગલ માં કોઈ નો આત્મા બાળવાથી પ્રસન્ન નથી થતી કોઈક નો આત્મા ઠારો તો ખુબ પ્રસન્ન થાય છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Vijay Jotva Journalist” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ભગુડા માં ના મંદિર ના પરચા એ બધા મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]