પ્રશ્ન:હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય? – એક યુવતી (અમદાવાદ)
ઉત્તર:હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.
પ્રશ્ન:હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી. – એક યુવક (ગુજરાત)
ઉત્તર:તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.
પ્રશ્ન: હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું. નવેમ્બર, ૨૦૦૭માં મેં એચઆઈવી ટેસ્ટ કરાવી અને તેનું પરિણામ નેગેટિવ હતું. ત્યાર બાદ મેં એક વેશ્યા સાથે સંભોગ કર્યો હતો. અને માર્ચ, ૨૦૦૮માં વેસ્ટર્ન બ્લૉટ પધ્ધતિથી ફરીથી એચઆઈવી ટેસ્ટ કરાવી હતી. તેનું પરિણામ ફરીથી નેગેટિવ આવ્યું હતું. મારી પત્ની તથા બાળકોની તબિયત ખૂબ સારી હોવા છતાં હું હતાશ થઈ ગયો છું અને છેલ્લા છ મહિનાથી કોઈ પણ વ્યક્તિ સાથે મેં સંભોગ કર્યો નથી. મારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવી જરૂરી છે? હું માનું છું કે જો બાળકો જન્મથી એચઆઈવી પોઝિટિવ હોય તો તેઓ માત્ર છ વર્ષ સુધી જીવી શકે. શું આ વાત સાચી છે? મારી પત્ની અને મારાં બાળકોને એચઆઈવી લાગુ પડવાની શક્યતા છે ખરી? એચઆઈવી સાથે ક્યાં લક્ષણો સંકળાયેલાં છે? – એક પુરુષ (સૂરત)
ઉત્તર: ના, તમારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવાની કશી જરૂર નથી. બીજું, એચઆઈવીગ્રસ્ત બાળકો છ વર્ષ સુધી જીવશે કે નહીં તેનો આધાર આ સમસ્યા જન્મગત છે કે મેળવેલી છે તેના પર છે. તમારી પત્ની તથા બાળકોને એચઆઈવી લાગુ પડવાની કોઈ શક્યતા નથી. ત્રીજું, એચઆઈવી સાથે સંકળાયેલા લક્ષણોમાં વજન ઉતરી જવું, સમજાય નહીં તેવો મરડો વારંવાર ચેપ લાગવો વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન: મારી ઉંમર ૨૭ વર્ષની છે. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે. મારી સમસ્યા એ છે કે મને સંભોગ કરવાનું બહુ મન થાય છે, પણ સંભોગ કરવા જાઉં છું ત્યારે તરત જ સ્ખલન થઈ જાય છે. આ માટે આયુર્વેદની કોઈ દવા બતાવવા વિનંતી? બીજું, મારી વાઈફને સેક્સમાં જરાય રસ નથી. તેની ડિલિવરી વખતે ગર્ભાશયની થેલી કાઢી નાખી છે. હું સંભોગ વખતે વીર્યનું યોનિમાર્ગમાં જ સ્ખલન કરું તો કોઈ બીમારી કે નુકસાન થવાની સંભાવના ખરી?- એક પતિ (મુંબઈ)
ઉત્તર: તમારી પત્નીનું ગર્ભાશય (ગર્ભ રહેવાની થેલી) કાઢી નાખ્યું હોય તો તમારે નિરોધ કે બીજી કોઈ ગર્ભનિરોધક વસ્તુ વાપરવાની જરૂર નથી. તમે સુખેથી સમાગમ કરીને વીર્ય યોનિમાર્ગમાં કાઢી શકો છે. એનાથી તમને કે તમારી પત્નીને કોઈ નુકસાન થવાની શક્યતા નથી. તમે શીઘ્રસ્ખલન માટે આયુર્વેદની દવા માટે લખ્યું છે, પણ આયુર્વેદમાં શીઘ્રસ્ખલન દૂર કરવા જે પણ દવાઓ વપરાય છે એમાં મહંદશે થોડા ઘણા પ્રમાણમાં અફીણ હોય છે, જે લાંબા ગાળે શરીરેન નુકસાન કરી શકે છે અને ભવિષ્યમાં એની આદત પડી જાય છે. એટલે ગોળી સમાગમના ચારથી છ કલાક પહેલાં લેવાથી વ્યક્તિનું શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે.