મારા પિયરના યુવાન સાથે પ્રેમ થઇ ગયો છે, એની સાથે શરીર સંબંધ બાંધં?

મારા તો એક વર્ષ પહેલા જ એરેન્જ મેરેજ થઈ ગયા છે. મારો મિસ્ટર ખૂબ સારો છે, પરંતુ મને અચાનક પિયરમાં અમારી સોસાયટીમાં રહેતો એક યુવાન મળી ગયો. એની સાથે બોલવાના સંબંધ હતા. મારા સાસરિયાના શહેરમાં સર્વિસ કરે છે. એને મેં ઘરે આવવા કહેતા એ આવ્યો હતો. પછી અમે બહાર મળવા માંડયા અને અમારા બન્ને વચ્ચે લવ થઈ જતા હવે મને એના વિના ગમતું નથી. એ મને શરીર સંબંધ બાંધવા કહે છે, હં અચકાઉ છું. હું એની સાથે શરીર સંબંધ નહીં બાંધુ તો એ મને છોડી દેશે તો ? મારે એને ખોવો નથી, હું શં કરું?

તારી સમસ્યા થોડી સાયકોલોજિકલ જણાય છે. તને લગ્ન પહેલાં કોઈ સાથે લવ થયો ના હતો. કદાચ તને યોગ્ય પાત્ર નહીં મળ્યું હોય અથવા ત્યારે તને તેમાં રસ નહીં હોય. મેરેજ બાદ તારો પતિ સારો હોય છતાં તને જે પ્રકારનો લવ જોઈએ છે તે કદાચ તને આપી શકતો ન હોય. ઘણી વાર એવું બને કે એ તને ખૂબ લવ કરતો જ હશે છતાં તારા મનમાં અચાનક લવ કરવાની ફિલિંગ્સ તારા જૂના જાણીતા ઓળખીતા યુવાનનો જોઈને થઈ હોય, કદાચ તારા સાસરિયાના શહેરમાં તારા પિયરનું નજીકનું કોઈ મળતું નહીં હોય એટલે તમારી જ સોસાયટીનો યુવાન મળી જતાં લાગણી જન્મી અને તે ‘લવ’માં પરિણામી છે. આ સ્વાભાવિક પણ ગણી શકાય. પરંતુ તને એ એટલી હદે ગમવા માંડયો છે કે તું એને શારીરિક રીતે વશ થવા પણ તૈયાર થઈ ગઈ છે. એ યુવાન તને

શરીર સંબંધ બાંધવા કહે છે એ જ બતાવે છે કે એને તારી સાથે લવમાં નહીં પણ તારા શરીરમાં રસ છે. બાકી કોઈ અપરણીત યુવાન કોઈ વિવાહિત યુવતી સાથે લવની વાતો કરી સીધો શરીરસંબંધ બાંધવા કેમ માગે ? એટલે તું એના ઈરાદાને સમજી લે. બીજી ખાસ વાત એ છે કે તું પોતે જ કહે છે કે તારો પતિ ખૂબ સારો છે, તને ગમે છે. તેં ક્યાંક એવો ઉલ્લેખ નથી કર્યો કે તે તને પૂરતું શરીરસુખ નથી આપતો. તો પછી આવા માણસને, ખુદના પતિનેદગો દેવાય ખરો ? તું તારા ફ્રેન્ડને તારું શરીર સમર્પણ કરીને શું મેળવીશ ?

આ અનૈતિક બાબત છે. દરેક પાપ, અનૈતિકતા પ્રારંભમાં ગમે પણ પછી એવો પસ્તાવો થાય કે, જીવવું ભારે પડે. તારા મનમાં કોઈક ખૂણે કોઈને લવ કરવાની ઈચ્છા સુષુપ્ત થઈને પડી હતી. તે તારા લગ્ન સુધીમાં જાગૃત ના થઈ અને પછી જાગૃત થઈ છે. તને ધારો કે પેલા ફ્રેન્ડ સાથે ખરેખર લવ થઈ ગયો હોય, એનેજ તારા પ્રત્યે ખરો લવ હોય તો એમાં શરીરસંબંધથી કોઈ જરૂર હોતી નથી. એમાં દરરોજ મળવાની આવશ્યકતા નથી. પરંતુ તારા ફ્રેન્ડની દાનત જ ખોરી છે એટલે એની સાથે શરીર સંબંધ બાંધવાના ફંદામાં ફસાઈશ તો જીવન ધૂળધાણી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *