મારા પતિ વિદેશ માં રહે છે નજીક માં રેહતો એક યુવક રોજ રાત્રે મજા કરાવે છે, પરંતુ હવે..

મારી પડોશમાં એક ખૂબસૂરત સ્ત્રી રહે છે. તેમના પતિ વિદેશમાં નોકરી કરે છે પરંતુ એક પરપુરુષ સાથે તેમને સંબંધ હોવાનું જાણતા જ તેમના પ્રત્યેનું મારું માન ઊડી ગયું છે. શું મારે આ વાતથી તેમના પતિને જાગૃત કરવા જોઇએ?

હું ૨૦ વર્ષનો છું. મારા ઘરની પાછળના વિસ્તારમાં રહેતી એક છોકરી સાથે મને પ્રેમ થઇ ગયો છે. તે પણ ૨૦ વર્ષની જ છે. હું ધોરણ ૧૦માં ભણતો હતો ત્યારે તે પણ મારી સાથે ટયુશન ક્લાસમાં હતી. ત્યારથી મને તેનો ભારતીય પહેરવેશ અને સંસ્કાર ગમી ગયા હતા. અને હું તેના પ્રેમમાં છું. હું અત્યારે કોલેજના બીજા વર્ષમાં છું. તે મારી દુકાને વસ્તુ લેવા પણ આવે છે અને મને જોઇને હસે પણ છે. મારે હવે શું કરવું? તેને મારા મનની વાત ક્યારે કરું? -એક યુવક (ભાવનગર)

* તે તમારી સામે સ્મિત ફરકાવે છે એનો અર્થ એ તમને પ્રેમ કરે છે એવો થઇ શકે નહીં. પરિચિત લોકો સામે સ્મિત ફરકાવવાની પ્રથા છે. તમારે તેની સમક્ષ તમારા મનની વાત રજૂ કરવી જ પડશે. શક્ય હોય તો પ્રથમ તેની સાથે મૈત્રી કેળવો અને તેનો વધુ પરિચય થતા તમે તેના મનની વાત જાણી શકશો. તેની સાથે સામાન્ય વાતો કરી મૈત્રીની શરૂઆત કરો. આ સાથે સાથે તમારા ભણતર પર પણ ધ્યાન આપજો. ભણતરને રખડાવી તમારા ભવિષ્યને નુકસાન કરશો તો આ છોકરી શું બીજી કોઇ છોકરી પણ તમારી સાથે પ્રેમ કરવા તૈયાર થશે નહીં.

હું એક છોકરીને છેલ્લા ચાર મહિનાથી પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે. હમણા અમારી વચ્ચે ઝગડો થયો છે. તેણે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું છે. ૧૪મી ફેબુ્રઆરીએ મને મળવા આવવાનું વચન નહીં પાળીને તે તેની બહેનપણી સાથે ફરવા ગઇ હતી. આ કારણે અમારી વચ્ચે ઝગડો થયો હતો. હું તેને મનાવું છું. પરંતુ એ માનતી નથી. આ પૂર્વે મારી એક ગર્લફ્રેન્ડ હતી. પરંતુ હવે તેની સાથે મારે કોઇ સંબંધ નથી. શું આ વાત મારી પ્રેમિકાને ખબર પડી હશે? એ જે બહેનપણી સાથે બહાર ગઇ હતી તે મારી આ ગર્લફ્રેન્ડ વિશે બધી જ વાત જાણે છે. મારી પ્રેમિકા મારાથી નારાજ હોવાની વાત મેં તેની સામે જ મારા ક્લાસના મેડમને આડકતરી રીતે કહી હતી અને હું રડી પણ પડયો હતો. પરંતુ તેના પર આની કોઇ અસર પડી નથી. અમારો સંબંધ શારીરિક સંબંધ સુધી પહોંચી ગયો છે. આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો? – એક યુવક (વડોદરા)

* આ પરિસ્થિતિનો સામનો સ્વાભાવિક રીતે જ કરો. રડીને સમસ્યાનું સમાધાન મળવાનું નથી. એ માને નહીં તો હમણા તેને બોલાવવાનું બંધ કરો. તેનો ગુસ્સો ઊતરતા જ તે માની જશે. અને એ પછી પણ માને નહીં તો સમજી જજો કે એને તમારામાં રસ નથી. આથી એને ભૂલીને આગળ વધી નવેસરથી તમારી જિંદગી શરૂ કરજો. અને સૌ પ્રથમ ભણવા પર ધ્યાન આપજો. આવી મામુલી બાબતોને મહત્ત્વ આપી તમારો અમુલ્ય સમય વેડફો નહીં. યુવાન વયમાં આવા ઘણા અનુભવો થાય છે જેને ભૂલી આગળ વધવામાં જ ભલાઇ છે. આ ઉંમર નાદાન છે જેમાં ક્ષણિક આકર્ષણને પ્રેમ માનવાની ભૂલ થઇ જાય છે.

મારી પડોશમાં એક ખૂબસૂરત સ્ત્રી રહે છે. તેમને એક ચાર વર્ષની પુત્રી અને છ મહિનાનો પુત્ર છે. તેમના પતિ વિદેશમાં નોકરી કરે છે અને તેઓ વર્ષમાં બે વાર આવે છે. બે સંતાનો સાથે તેઓ એકલા રહી ઘર ચલાવતા હોવાને કારણે મને તેમના પ્રત્યે માન હતું. પરંતુ એક પરપુરુષ સાથે તેમને સંબંધ હોવાનું જાણતા જ તેમના પ્રત્યેનું મારું માન ઊડી ગયું છે. હું ૧૮ વરસનો છું તે સહેજ જાણવા ખાતર લખ્યું છે. શું મારે આ વાતથી તેમના પતિને જાગૃત કરવા જોઇએ? -એક યુવક (અમદાવાદ)

* કોઇની જિંદગીમાં હસ્તક્ષેપ કરવાનો તમને કોઇ અધિકાર નથી અને તેમના પર જાસુસી કરવાનું કામ તમને કોણે સોંપ્યું છે? તમે તમારું કામ કરો અને એમને એમનું જીવન જીવવા દો. રહી વાત તેમના પતિને આ વાત ખબર પડવાની તો એ વાત તેમને જાતે જ ખબર પડવા દો. આવી વાતો છૂપી રહી શકતી નથી. એક દિવસ જરૂર ભાંડો ફૂટી જાય છે. આથી આ બાબતે તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *