માખણમાંથી ઘી થાય પણ ઘી માંથી માખણ બને ? દુનિયામાં આ એકજ જગ્યાએ થાય છે, આ ચમત્કારિક મંદિરમાં…

ભારતનાં કેટલાય મંદિરોની વિશેષતા છે તેમની સંરચના અને વાસ્તુ કળા. કેટલાય એવા મંદિરો છે જેમની વાસ્તુ કળા, વિજ્ઞાનનાં ઉત્કૃષ્ટ સ્વરૂપ પર આધારિત છે અને આ મંદિરોની આ વાસ્તુ કળાને કારણે જ અહીંયા કેટલીક એવી કુદરતી ઘટનાઓ થાય છે કે આ મંદિરોને સૌથી અલગ બનાવી દે છે અને શ્રદ્ધાળુઓને દૈવીય અનુભવ પ્રદાન કરે છે. આવું જ એક મંદિર કર્ણાટકની રાજધાની બેંગલુરુનાં ગવીપુરમ માં છે, જેને ગંગાધરેશ્વર નાં નામથી ઓળખવામાં છે. આખા વર્ષમાં મકરસક્રાંતિનાં દિવસે આ મંદિરમાં એવી કુદરતી ઘટના થાય છે, જે કોઈ દૈવી ચમત્કાર થી ઓછી નથી.

મંદિર નો ઇતિહાસ : બેંગલુરુનું ગવી ગઁગાધરેશ્વર મંદિર એક પૌરાણિક સ્થાન છે. અહીંયા ગૌતમ ઋષિએ કેટલાય દિવસો સુધી ભગવાન શિવનું કઠીન તપ કર્યું હતું. જેના કારણે આ સ્થાન પર ભગવાન શિવનો ઉદભવ થયો હતો. એજ કારણ છે કે આ ક્ષેત્રને ગૌતમ ક્ષેત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્થાન પર ભારદ્વાજ ઋષિ એ પણ તપ કરીને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

આ એક ગુફા મંદીર છે અને તેની ગણતરી ભારતીય રોક કટ વાસ્તુ શૈલીના સૌથી ભવ્ય મંદિરોમાં થાય છે. બેંગલુરુનું આ પ્રાચીન મંદિર આધુનિક ઈતિહાસ ૯મી અને ૧૬મી શતાબ્દી થી જોડાયેલું છે. તેનું નિર્માણ કૈમ્પે ગૌડા દ્વારા ૯મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતુ, જ્યારે ૧૬મી શતાબ્દીમાં તેનો જીર્ણોદ્ધાર બેંગલુરુનાં સંસ્થાપક કૈમ્પે ગૌડા પહેલા દ્વારા કરવામાં આવ્યો હતો.

મંદિરની સંરચના : ગવી ગંગાધર્રેશ્વર મંદિર ની વિશેષતા તેની સંરચના જ છે. વળી આ મંદિર વિજ્ઞાન અને ધર્મનો એક અનોખો સંગમ છે. દક્ષિણ ભારતનાં બીજા મંદિરો થી અલગ આ મંદિરની દક્ષિણ-પશ્ચિમ દિશા અર્થાત નૈઋત્ય દિશા ની તરફ છે. તે જણાવે છે કે મંદિરનું નિર્માણ કરવા વાળા વિજ્ઞાનનાં બહુ મોટા જાણકાર હતા. મંદિરના પટાંગણમાં ચાર એવી સંરચનાઓ છે, જેનું નિર્માણ એક જ પથ્થર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી બે સંરચનાઓ સુર્યપાણ અને ચંદ્રપાણ કહેવાય છે. તે સિવાય એક ડમરુ અને એક ત્રિશુળ પણ એક જ પથ્થરથી બનાવવામાં આવ્યા છે.

સુર્યપાણ અને ચંદ્રપાણ ની વચ્ચે એક ધ્વજ સ્તંભ છે અને નંદી મંડપ છે, જેમાં ભગવાન શિવનું વાહન નંદી બીરાજમાન છે. મંદિરનું ગર્ભગૃહ એક ગુફામાં સ્થિત છે, ત્યાં સુધી પહોંચવા માટે સીડીઓથી નીચે ઊતરવું પડે છે. ગર્ભગૃહ માત્ર ૬ ફુટ ઊંચું છે અને ત્યાં જ સ્થાપિત છે, એક વિશાળ શિવલિંગ. શિવલીંગની આજુબાજુ અન્ય દેવી દેવતાઓ અને ઋષિ-મુનીઓની મુર્તિઓ સ્થાપિત છે.

મકરસંક્રાંતિનો પ્રસિદ્ધ તહેવાર : સામાન્ય રીતે તો મકરસંક્રાંતિ હિન્દુઓનો સૌથી પવિત્ર અને સકારાત્મક તહેવારો માંથી એક છે. પરંતુ ગવી ગંગાધર્રેશ્વર મંદિરમાં આ તહેવારનું મહત્વ કંઈક વધારે જ વધી જાય છે અને આ દિવસે થતી અદ્ભુત ઘટનાને જોવા માટે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. એવું નથી કે માત્ર ધાર્મિક શ્રદ્ધામાં વિશ્વાસ કરવાવાળા જ આ ઘટનાના સાક્ષી બનવા ઈચ્છે છે, પરંતુ જેમને વિજ્ઞાનમાં રુચિ છે, તેઓ પણ આ મંદિરમાં મકરસંક્રાંતિનાં પર્વ પર પહોંચી જાય છે.

વળી મકરસંક્રાંતિનાં દિવસે સુર્ય ભગવાન ઉત્તરાયણ થાય છે, તેવામાં આ દિવસે સુર્યાસ્તના સમયે માત્ર ૫-૮ મિનીટ માટે સુર્યના કિરણો ગર્ભગૃહ સુધી પહોંચીને શિવલિંગ પર પોતાની સ્વર્ણિમ લાલીમા નો અભિષેક કરે છે. ઘટના કઇ એવી બને છે કે સુર્યાસ્તના ઠીક પહેલા સુર્યનાં કિરણો મંદિરના સ્તંભોને અડકતા નદીના બંને શિંગડા મધ્ય માં એક ચાપ થી પસાર થતાં ગર્ભગૃહ સુધી પહોંચે છે અને સમગ્ર ગર્ભગૃહ સ્વર્ણિમ કિરણોથી અલંકારિત થઈ જાય છે. આ ઘટનાને જોવા માટે દરેક વર્ષે હજારો લોકોની ભીડ મંદિરમાં ભેગી થાય છે.

મંદિરનું રહસ્ય : એવું નથી કે ગવી ગંગાઘરેશ્વર માત્ર પોતાની અદ્વિતીય સંરચના માટે જાણીતું છે, પરંતુ મંદિરનાં કેટલાક ચમત્કાર પણ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ગંગાધરેશ્વર પર અર્પણ કરવામાં આવતું ઘી ફરીથી માખણમાં ફેરવાઈ જાય છે, જે અસંભવ છે. કારણ કે ઘી માખણ માંથી બને છે, જયારે ઘી નું માખણ બનવું અસંભવ છે.

તે સિવાય કહેવામાં આવે છે કે મંદિરના ગર્ભગૃહમાં ત્રણ ટનલનાં દ્વાર છે, જે શિવ ગંગા, સિદ્ધ ગંગા અને વારાણસી જાય છે. આ મંદિર અને અહીંયા સ્થિત ટનલનાં સંબંધમાં કહેવામાં આવે છે કે બે યુવકો આ ટનલમાં જવા માટે સફળ થયા હતા, પરંતુ પાછા ક્યારેય ફર્યા નથી.

કેવી રીતે પહોંચાય? : ભારતનાં મહાનગરોમાં એક બેંગલુરુ પહોંચવા માટે કોઈપણ સાધનથી અજાણ નથી ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાના કોઈપણ ખુણામાંથી અહીંયા પહોંચવું સરળ છે. મંદિર થી બેંગલુરુનાં કૈમ્પે ગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાનું અંતર લગભગ ૩૮ કિલોમીટર છે. બેંગ્લુરું કેન્ટ થી મંદિરનું અંદાત લગભગ ૯ કિલોમીટર છે. તેન સિવાય કેમ્પે ગૌડા મેજિસ્ટિક બસ સ્ટેન્ડથી મંદિર માત્ર ૪ કિલોમીટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *