કૃતિ સેનનને બાહુબલી સ્ટાર પ્રભાસે કર્યું પ્રપોઝ! ટૂંક સમયમાં કરશે સગાઈ?…

પ્રભાસ અને કૃતિ સેનન હાલમાં તેમની રિલેશનશિપને લઈને સતત લાઈમલાઈટમાં છે. આ સમાચારો પછી ફેન્સ પણ તેમના સંબંધો જાણવા માટે આતુર છે, પરંતુ બંનેએ હજુ સુધી પોતાના રિલેશનશિપનો ઓફિશિયલ સ્વીકાર કર્યો નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિ સેનને એક ઈન્ટરવ્યુમાં પ્રભાસ સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. કૃતિ સેનને કહ્યું હતું કે જો તેને તક મળશે તો તે પ્રભાસ સાથે લગ્ન કરવા માંગશે. હાલમાં જ વરુણ ધવને પણ બંને વચ્ચેના સંબંધોને લઈને એક હિન્ટ આપી હતી.

પ્રભાસે કૃતિને કર્યું પ્રપોઝ

રિપોર્ટ મુજબ આદિપુરુષના સેટથી શરૂ થયેલી લવ સ્ટોરી આ સેટ પર પણ ઘણી આગળ વધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના સેટ પર જ શૂટિંગ દરમિયાન પ્રભાસે કૃતિ સેનનને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. તમને જણાવી દઈએ કે જ્યારે પ્રભાસે કૃતિને પ્રપોઝ કર્યું ત્યારે કૃતિએ તરત જ હા પાડી દીધી હતી. કૃતિ પણ આ સંબંધથી ખૂબ જ ખુશ છે અને પ્રભાસ સાથેના સંબંધોને આગળ વધારવા માટે પણ તૈયાર છે. કૃતિ અને પ્રભાસ બંનેના પેરેન્ટ્સ પણ આ સંબંધથી ઘણા ખુશ છે. મીડિયો રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થશે ત્યારે કૃતિ અને પ્રભાસની સગાઈ કરશે.

તમને જણાવી દઈએ કે નેશનલ ટેલિવિઝન પર વરુણ ધવને કૃતિ અને પ્રભાસના સંબંધો તરફ ઈશારો કરતા ફેન્સને એક હિન્ટ આપી હતી. પરંતુ વરુણે પ્રભાસનું નામ લીધું ન હતું. તેને જે રીતે હિન્ટ આપી તે ફેન્સ માટે સમજવું મુશ્કેલ કામ ન હતું.

વરુણ ધવને આપી હિન્ટ

વરુણ અને કૃતિ સેનન હાલમાં જ ઝલક દિખલા જા 10 ના સેટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન કરણ જોહરે વરુણ ધવનને કંઈક વાત વિશે પૂછ્યું કે તેમાં કૃતિ સેનનનું નામ કેમ નથી. જેના જવાબમાં એક્ટરે કહ્યું કારણ કે તેનું નામ કોઈના દિલમાં છે. વરુણે કહ્યું કે એક માણસ એવો છે જે હાલ મુંબઈમાં નથી. હાલમાં તે દીપિકા સાથે શૂટિંગ કરી રહ્યો છે. વરુણ ધવનની આ વાત સાંભળીને કૃતિ સેનન હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ આદિપુરુષ

પ્રભાસ અને કૃતિ પહેલીવાર ‘આદિપુરુષ’માં એકસાથે કામ કરી રહ્યા છે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત છે. ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેના પછી વીએફએક્સથી લઈને એક્ટર્સના લુક્સ પર હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર તેના મિમ્સ વાયરલ થયા હતા. પહેલા આ ફિલ્મ જાન્યુઆરી 2023માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે જૂન 2023માં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *