દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જે ઘણા રહસ્યો ધરાવે છે. તે જગ્યાઓ માંથી એક ઇજિપ્તનો પિરામિડ છે. ઇજિપ્તની સૌથી રહસ્યમય કલાકૃતિ ‘ગીઝાનો મહાન પિરામિડ’ છે, જે વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે. જો કે અહીંના પિરામિડનો ઈતિહાસ 4000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે,
એવું કહેવાય છે કે ગીઝાનો મહાન પિરામિડ 2560 બીસીમાં બનાવવામાં આવ્યો હતો. તેને kufu પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પિરામિડ પ્રાચીન ઇજિપ્તના રાજા kufuના શરીરને સાચવવા માટે બનાવવામાં આવ્યો હતો. ગીઝાનો મહાન પિરામિડ એ ઇજિપ્તના ત્રણ પિરામિડમાં સૌથી જૂનો અને સૌથી મોટો પિરામિડ છે. તે પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાં સૌથી જૂની છે
જુઓ વીડિયો :
ગીઝાના મહાન પિરામિડની ઊંચાઈ લગભગ 450 ફૂટ છે.અને આ પિરામિડનો નીચેનો ભાગ 13 એકરમાં ફેલાયેલો છે, જે લગભગ 16 ફૂટબોલ મેદાન જેટલો મોટો છે. આ પિરામિડ બનાવવા માટે 23 લાખ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનું વજન લગભગ પાંચ અબજ કિલોગ્રામ છે. આ પથ્થરોમાં લાઈમસ્ટોન અને ગ્રેનાઈટનો સમાવેશ થાય છે.
આ પિરામિડ એવી જગ્યાએ બનાવવામાં આવ્યા છે કે તે ઈઝરાયેલના પહાડો પરથી પણ જોઈ શકાય છે. એવું કહેવાય છે કે ઇજિપ્તના આ પિરામિડ ચંદ્ર પરથી પણ દેખાય છે. ગીઝાના પિરામિડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે પિરામિડની બહારનું તાપમાન ભલે ગમે તેટલું હોય, પરંતુ તેની અંદરનું તાપમાન હંમેશા 20 ડિગ્રી સેલ્સિયસ રહે છે.
ઘણા વૈજ્ઞાનિકો આને માણસોનું બંધારણ માનતા જ નથી, પરંતુ એનું માનવું એવું છે કે તે એલિયન્સે બનાવ્યા છે. 4000 વર્ષ પહેલા ઇજિપ્તના લોકો પાસે વ્હીલ પણ નહોતું અને તેમની પાસે કોઈ આધુનિક ટેક્નોલોજી પણ નહોતી. તો આટલા વજન વાળા પત્થર કેવી રીતે ચડાવ્યા હસે. હવે માણસોએ પિરામિડ બનાવ્યા છે? કે એલિયન્સએ ? તે આજે પણ એક રહસ્ય જ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]