ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધી આખા ભારતમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાં છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રા ભારે ચર્ચામાં છે.
આજે રવિવારે આ યાત્રા મધ્યપ્રદેશના સૌથી મોટો શહેર ઈન્દોર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી અલગ અલગ સમાજના લોકો, દિવ્યાંગ લોકો સાથે આ યાત્રાનો ચાલતા જોવા મળ્યા હતા.
ઈન્દોરમાં ભીમરાવ આંબેડકરની જન્મભૂમિ મહૂમાં રાત્રિ વિશ્રામ કરીને આ યાત્રા આગળ વધી હતી.
મધ્યપ્રદેશમાં આવનારા વિધાનસભા ચૂંટણી પહેલા માલવા-નિમાડ અંચલ ક્ષેત્રમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા આ યાત્રા ત્યાથી પસાર કરવામાં આવી હતી.
આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે અનેક નેતાઓ, રમતવીરો અને અભિનેત્રી જોડાઈ હતી.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સંગીત સાધનો વગાડતા જોવા મળ્યા હતા.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ એક શ્વાનને વ્હાલ કરતા પણ જોવા મળ્યા હતા.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઢોલ વગાડતા પણ જોવા મળ્યા હતા.