બોલીવુડ ફિલ્મોમાં અવારનવાર સાંભળવા મળે છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી. એવા ઘણા લોકો છે, જેમણે સાત સમુદ્ર પાર જઈને પોતાના પ્રેમ માટે લગ્ન કર્યા અને તેને સંપુર્ણ દિલથી નિભાવી પણ રહ્યા છે, પોતાની લાઈફ સ્ટાઈલને પાછળ છોડીને હવે તે ભારતમાં દેશી લાઈફ સ્ટાઈલ જીવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ જુલી ભારત આવી તો તેને હંમેશા અહીંયા રહેવાનો નિર્ણય કરી લીધો.
તેને ભારતની સંસ્કૃતિ ખુબ જ પસંદ આવી અને જુલીને પોતાના પતિના પરિવારની સાથે પણ ખુબ જ લાગણી બંધાઈ ગઈ, જેના કારણે તે પોતાના દેશમાં પરત જવા ઇચ્છતી નથી. જુલી એક સમયે મોડલિંગ કરતી હતી,
પરંતુ હવે તે ભારતમાં રહીને સાડી પહેરે છે, દેશી ભોજન ખાય છે અને સાથોસાથ ખેતરમાં પણ કામ કરે છે. જુલી પોતાના પતિ અને પરિવાર સાથે ખુબ જ ખુશ છે. જુલી અને અર્જુનના લગ્ન પણ હિન્દુ રીતિરીવાજોની સાથે કરવામાં આવેલા છે.
View this post on Instagram
અર્જુનને જણાવ્યું હતું કે ૨૦૧૮માં જુલી સાથે તેની મુલાકાત થઈ હતી, ત્યારે તે પોતાના કામની બાબતમાં દુબઈ આવ્યા હતા અને જુલી ત્યાં પોતાના ફોટોશુટ માટે આવેલી હતી. સમુદ્ર કિનારે જોઈને બિકીની માં જોઈને અર્જુન તેને પોતાનું દિલ આપી બેઠા હતા. ત્યારે જુલી સ્વિમિંગ કરી રહી હતી. અર્જુને પોતાના તરફથી વાતચીતની શરૂઆત કરી હતી.
બે દિવસ બાદ જ્યારે જુલીએ મેસેજ કર્યો તો અર્જુન ની ખુશીનું ઠેકાણું રહ્યું ન હતું. ત્યારબાદ બંને મળ્યા અને અર્જુનને જુલીને દુબઈ દર્શન કરાવ્યા હતા. ત્યારબાદ તેમની વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો. જુલી ફક્ત બે સપ્તાહ માટે દુબઈ આવેલી હતી, પરંતુ ત્યારબાદ તે એક મહિના માટે દુબઈમાં રોકાઈ ગઈ હતી.
View this post on Instagram
જર્મની ગયા બાદ પણ તેમની વચ્ચે વાતચીત શરૂ રહી હતી. ત્યારબાદ જુલી ભારત આવી અને અહીંયા કાયમી રહેવા લાગી. વર્ષ ૨૦૨૦માં અર્જુને જોઈને પ્રપોઝ કર્યું અને તેના બીજા વર્ષે તેમણે લગ્ન કરી લીધા. ત્યારથી જુલી ભારતમાં રહે છે અને હવે તે હિન્દી પણ ખુબ જ સારી રીતે બોલવા લાગી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]