હું 24 વર્ષની કુંવારી છું મારી સાથે કામ કરતા યુવક સાથે ખુબજ મજા કરી છે પરંતુ હવે..

સવાલ : હું 18 વરસનો છું અમારા વિસ્તારમાં રહેતી એક યુવતીને હું પ્રેમ કરું છું મેં તેને બે વાર પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે મારામાં રસ લીધો નથી તે મને પ્રેમ કરતી હોવાનું મને ઘણા મિત્રોએ કહ્યું હતું તેમણે જણાવ્યા પ્રમાણે તે તેની લાગણી વ્યક્ત કરતા ગભરાય છે તેને તેના માતા-પિતા તેમ જ અમારા વિસ્તારના લોકોનો ડર લાગે છે શું કરવું એ મને સમજ પડતી નથી.

જવાબ : તમે તેને બે વાર પ્રપોઝ કર્યું હોય અને તેણે તેમા રસ દેખાડયો નહોય તો તે તમને પ્રેમ કરતી નહોવાનું સમજીને તમારે અત્યાર સુધી તમારા જીવનમાં આગળ વધી જવું જોઈતું હતું. મિત્રો કહે છે કે તે તમને પ્રેમ કરે છે અને ગભરાય છે એ તમે કેવી રીતે માની લીધું તેની આશા છોડી દો અને સારું ભણીગણીને સારી કારકિર્દી બનાવ્યા પછી જ લગ્ન કરવાનો નિર્ણય લો ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમ અને રોમાન્સ કરતા વાસ્તવિક જીવનનને પ્રેમ ઘણો અલગ છે.

સવાલ : શું ફેફસાંનો ટીબી થયા પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા પર કોઈ અવળી અસર પડે છે?પ્રાથમિક તબક્કે જ તેનો ઉપચાર શરૂ કરી દેવામાં આવે અને પૂરા આઠ-નવ મહિના સુધી બરાબર ઈલાજ કરવામાં આવે તો પણ આ તકલીફ થઈ શકે છે? શું ઈલાજ પછી સમયસર માસિક આવતું હોય તો તે સ્ત્રીની ગર્ભધારણ કરી શકવાની ક્ષમતાનો પુરાવો નથી?જો કોઈ સ્ત્રીને ટીબી થઈ ગયો હોય અને તે કારણસર તેની ગર્ભપાત કરાવી નખાય તો શું પછી તે ફરીથી આ નથી બની શકતી?

જવાબ : તમે એકસાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે એમાંથી દરેકનો હા કે ના માં સ્પષ્ટ જવાબ આપવો શક્ય નથી આમ છતાં એની વિરુદ્ધ વૈજ્ઞાાનિક સ્પષ્ટતા તમને જણાવું છું હા એ સાચું છે કે ફેંફસાંનો ટીબી થવાથી સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા પર અવળી અસર પડી શકે છે. પરંતુ આવું ફક્ત એવા કિસ્સામાં જ થાય છે જેમાં ટીબીનાં જંતુ પ્રજજનઅંગોમાં પહોંચી જાય છે અને અંડવાહિની ફિલોપિયન ટયૂબ્સ માં વિકૃતિ પેદા કરી દે છે ભારતમાં ૨ થી ૧૦ ટકા નિ:સંતાન સ્ત્રીઓમાં જ પ્રજનનઅંગોનો ટીબી બાળક ન થવાનું કારણ છે. સીધી ભાષામાં કહીએ તો ફેફસાંના ટીબી પછી કેટલીક સ્ત્રીઓને જ પ્રજનનઅંગોનો ટીબી થાય છે અને તેમને જ પછીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે આ માટેનો પૂરો ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે પણ આ ઈલાજ એ વાતની ખાતરી નથી.

આપતો કે એ કરાવ્યા પછી પ્રજનનઅંગ તદ્દન સ્વસ્થ થઈ જશે જો અંડવાહિનીઓમાં ખામી ઊભી થઈ જાય તો તે દવાથી દૂર નથી થતી દવાથી ફક્ત ટીબીના જંતુઓ મરે છે અને રોગ જલદી નિયંત્રણમાં આવી જાય તેવી સંભાવના રહે છે. માસિકધર્મ નિયમિત આવે એ વાતની ખાતરી નથી કે કે સ્ત્રીમાં મા બનવાની ક્ષમતા છે પ્રજનન અવયવોના ટીબીમાં વ્યંધત્વની તકલીફ મોટા ભાગે અંડવાહિની બંધ થઈ જવાથી અથવા તેમાં વિકૃતિ આવી જવાથી થતી હોય છે.

આવી સ્થિતિમાં માસિકસ્ત્રાવ તો સામાન્ય રીતે થયા જ કરે છે અને જ્યારે વિશેષ પરીક્ષણ અને તપાસ કરાવીએ ત્યારે જ સાચી ખામીની ખબર પડે છે ફેફસાંનો ટીબી થાય ત્યારે સગર્ભા સ્ત્રીએ ગર્ભપાત કરાવવાની જરૂર નથી. સામાન્ય રીતે તો તે ટીબીનો ઈલાજ ચાલુ રાખીને સ્વસ્થ બાળકનો જન્મ આપી શકે છે પણ જો કોઈ કારણસર સ્ત્રીએ ગર્ભપાત કરાવવો જ પડે તો પણ ફરીથી ગર્ભધારણ કરવામાં આમ તો કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. હા મુશ્કેલી ત્યારે જ આવે છે જ્યારે પ્રજનન અવયવોમાં કોઈ ચેપ લાગી જાય અને અંડવાહિની બંધ થઈ જાય.

સવાલ : હું 22 વર્ષની પરિણીત મહિલા છું મારા લગ્નને એક વર્ષ થવાનું છે પણ મારા પતિએ મને આજ સુધી તેની નજીક આવવા નથી દીધી અમે લગ્ન કરી લીધા છે પરંતુ અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ નથી હું તેમની ખૂબ નજીક જવા માંગુ છું કોઈ ઉપાય જણાવશો?

જવાબ : તમારી સમસ્યા ગંભીર છે સામાન્ય રીતે આ ઉંમરે લગ્ન પછી પતિ પત્નીની નજીક આવવા ઉત્સુક હોય છે પતિને વિશ્વાસમાં લઈને એ જાણવાનો પ્રયાસ કરો કે શા માટે તેમનામાં શારી-રિક બનવાની ઈચ્છા નથી. તમારા હાવભાવથી તેણીને આકર્ષવાનો પ્રયાસ કરો જો કામ ન થાય તો ઘરની વડીલ મહિલાઓને જણાવો અથવા પતિને નિષ્ણાત ડોક્ટર પાસે લઈ જાઓ શક્ય છે કે તમારા પતિમાં શારીરિક નબળાઈનો ડર બેસી ગયો હોય અથવા કંઈક બીજું હોય જે તે તમને કહી ન શકે.

સવાલ : હું 22 વરસની છું મારો એક પુરુષ મિત્ર છે તે મારા કરતા દોઢ વરસ નાનો છે અમારી વચ્ચે પ્લેટોનિક સં-બંધ છે અને અમે બંને એકબીજાને અમારા મનની બધી જ વાતો કરીએ છીએ છેલ્લા પાંચ વરસથી અમારી વચ્ચે મૈત્રી છે. અને અમે શારીરિક છૂટછાટ લીધી નથી હવે તે અચાનક જ સે-ક્સની માગણી કરવા માંડયો છે આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે તે દિવસ પછી હું તેને મળી નથી પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું તેના વગર રહી શકતી નથી મારે શું કરવું એની સલાહ આપશો શું એને માફ કરવો?

જવાબ : તમારે આ વાતનો ગંભીરતાથી એક પુખ્ત વ્યક્તિની જેમ વિચાર કરવાનો છે માફ કરવાની વાત કરતા પણ આ કિસ્સામાં વધુ છે તમે એને મળશો તો શારી-રિક સંબંધની વાત આવવાની જ છે અને તમારા પ્રેમીની ઉંમર જોતા આ માટે તેની ઉંમર નાની છે. આથી તેની સાથે મૈત્રી ચાલુ રાખવી કે નહીં એનોે નિર્ણય તમારે લેવાનો છે એક તરફ તમે પ્લેટોનિક સંબંધની વાત કરો છો તો બીજી તરફ તેના પ્રેમમાં કહો છો તો અને પ્લેટોનિક સંબંધ કહેવાય જ નહીં તમે એક બીજા પ્રત્યે ગંભીર હો તો તમારે થોડા વર્ષ રાહ જોવાની જરૂર છે.

સવાલ : હું 24 વર્ષની અપરિણીત યુવતી છું મારી સાથે કામ કરતા એક યુવક સાથે મને પ્રેમ છે અને અમારી વચ્ચે શારી-રિક સંબંધો પણ છે પણ શરૂઆતમાં જ તેણે મારી સાથે લગ્ન કરવાનું શક્ય ન હોવાની ચોખવટ કરી હતી પરંતુ હવે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે હું તેનો વગર રહી શકું તેમ નથી મારે શું કરવું એની સલાહ આવા વિનંતી.

જવાબ : તમારો મિત્ર તમારી લાગણીઓનો ગેરલાભ લઈ રહ્યો હોય એમ લાગે છે તમારી સાથે શારી-રિક સંબંધો હોવા છતાં તે ખાસ મિત્રો હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે?તમારી સાથે લગ્ન કરી શકશે નહીં એમ કરીને શરૂઆતથી જ તેણે પોતાનતતી જાતને સુરક્ષિત બનાવી દીધી છે. તેણે આ વાત સ્પષ્ટ કરી હોવા છતાં તમે એની સાથે સં-બંધ બાંધવાની મૂર્ખાઈ કેમ કરી એની નવાઈ લાગે છે તમારે હવે એની સાથે ચોખ્ખા સંબંધમાં વાત કરવાની જરૂર છે એ લગ્ન કરવાની ના પાડે તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને જીવનમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે.

સવાલ : 26 વર્ષની દેખાવડી યુવતી છું મારે એક પ્રેમ સંબંધ હતો જે તૂટી ગયા પછી મેં એક પુરુષ સાથે સગાઈ કરી હતી જે દિલ્હી રહે છે પરંતુ હવે એના પરથી મારો રસ ઊડી ગયો છે. અને મારા ઘરની નજીક રહેતો એક પરિણીત પુરુષ મને ગમવા લાગ્યો છે તેની પત્ની તેને ઘણો પ્રેમ કરે છે એ પણ હું જાણું છું પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી મારે શું કરવું એ સમજ પડતી નથી.

જવાબ : લાગે છે તમારું મન ઘણું ચંચળ છે વાત તમારા પ્રેમ પ્રકરણઓ પરથી જણાઈ આવે છે માનું છું કે કોઈનું ઘર ભાંગવાનો તમારો ઉદ્દેશ નહીં હોય બીજું એ પુરુષને પણ તમારામાં કોઈ રસ નહીં હોય એમ મને લાગે છે. આથી સંબંધથી તમે જેટલા દૂર થઈ જશો એના તમનેે જ લાભ છે આ સંબંધમાં કોઈ ભવિષ્ય નથી તમારી ઉંમર હજુ ઘણી નાની છે તમારી પાસે હજુ ઘણી લાંબી અને સુખી જિંદગી છે આથી લાંબો વિચાર કરી કોઈ યોગ્ય પુરુષ સાથે લગ્ન કરી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *