હું 19 વર્ષની છું, મેં એક યુવક સાથે અનેક વાર સમાગમ કર્યું છે, પરંતુ હવે….

પ્રશ્ન: મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી. ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે. મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું. -એક પત્ની (સુરત)

ઉત્તર: સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.

પ્રશ્ન: હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેને આ વાતની જાણ ન થવા દીધી.

તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું. તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે. અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.

એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.
એક એક યુવતી (મુંબઈ)

ઉત્તર: તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે.પ્રશ્ન: હું ૩૮ વર્ષનો સૈનિક છું. મારા લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. અમે બંને પતિપત્ની વધારે કામુકવૃત્તિના છીએ. પત્ની ૧૩ વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે. તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચરિત્ર પર શંકા જાય છે, પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચારવા કરતાં તો મરી જવું સારું.

પ્રશ્ન: એવો કોઈ ઉપાય બતાનો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું. હું લશ્કરમાં હોવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું. -એક પુરુષ (રાજકોટ)

ઉત્તર: સેક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે. તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે, તેથી તેનું ચારિત્ર સારું નહીં હોય. દામ્પત્યજીવન પતિપત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે. તેથી તેમાં શંકા જન્મવા ન દો. નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે. તમારી જેમ તમારી પત્નીને પણ શારીરિક સુખ બહુ ઓછું મળે છે તેથી પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે.જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.

પ્રશ્ન: મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે. તેને વીર્યનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે. શું વીર્ય ગળી જવાથી ગર્ભ રહ ખરો? બીજું, ઓરલ સેક્સથી એચઆઈવી ફેલાવાની શક્યતાઓ કેટલી -એક યુવક (મુંબઈ)

ઉત્તર : મુખમૈથુન દરમ્યાન સ્ત્રી વીર્ય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી. કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. પેટમાં ગયેલું વીર્ય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊતરતું.બે વફાદાર પાર્ટનર્સ વચ્ચે મુખમૈથુન કરવાથી એચઆઈવીનો ફેલાવો થવાની શક્યતાઓ નહીંવત્ છે, પરંતુ જો એક પાર્ટનરને ઈન્ફેક્શન હોય તો કાળજી રાખવી જરૂરી બની જાય છે. બેમાંથી બિનચેપી પાર્ટનરને મોમાં છાલાં કે ચાંદાં પડી ગયાં હોય ને લોહી તાજું હોય તો ચેપી વ્યક્તિનાં જનનાંગોમાંથી ઝરતા પ્રવાહીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. અજાણી વ્યક્તિ સાથે મુખમૈથુનમાં રાચવાનું રિસ્કી જરૂર છે.

પ્રશ્ન: મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું? -એક પતિ (સુરત)

ઉત્તર: સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.
પ્રશ્ન: હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું? -એક યુવક (રાજકોટ)

ઉત્તર: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.

તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે.

પ્રશ્ન: હું ૩૬ વર્ષનો પરિણીત યુવક છું. મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ. પણ અમે કદી એવું કામ નથી કર્યું, જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડર હંમેશાં રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ, જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય? -એક યુવક (વલસાડ)

ઉત્તર : તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.

પ્રશ્ન: મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તેનાં લગ્ન થઈ ગયાં છે. લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો. મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી. મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલાં હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે? -એક યુવક (વડોદરા)

ઉત્તર: તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય. તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોગ્ય રહેશે.

પ્રશ્ન: હું ૨૭ વર્ષની પરિણીતા છું. પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ, પીઠ, ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે. ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે. મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું, પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે? હું સંયુક્ત કુટુંબમાં રહું છું.એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી. છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે. અત્યારે મારું વજન ૪૫ કિલો છે. -એક સ્ત્રી (રાજકોટ)

ઉત્તર: સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો. તમારાં શારીરિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે. રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે. જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી. મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો. તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે. આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું. આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો. -એક યુવતી (ગોંડલ)

ઉત્તર: જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ. કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.

પ્રશ્ન: મારા પતિની સમસ્યા એ છે કે તેમને જનનાંગના આગળના ભાગમાં ત્વાચાની નીચે સફેદ રંગનો ઘટ્ટ પદાર્થ જામી જાય છે. જો તેને સાફ કરી નાખવામા આવે તો સ્થિતિ સામાન્ય થઈ જાય છે નહીંતર ખૂબ બળતરા થાય છે અને થોડી વાસ પણ આવે છે. આ સમસ્યાથી અમે બંને પરેશાન છીએ. તેમાંથી છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય બતાવો. -એક પત્ની (સુરત)

ઉત્તર: આ સફેદ દુર્ગંધયુક્ત પદાર્થ જેને કારણે તમે ચિંતિત છો તે સ્મેગમા છે. હકીકતમાં આ એક પ્રકારનો શિશ્ન મળ છે, જે તે ભાગની સપાટી પરના કુદરતી રીતે તૂટતા કોષમાંથી બને છે. આનાથી છુટકારો મેળવવા માટેની સૌથી સરળ રીત એ છે કે પતિ દરરોજ સ્નાન કરતી વખતે શરીરના બીજા અંગોની જેમ જનનાંગની સ્વચ્છતા તરફ પણ પૂરું ધ્યાન આપે. આટલી સાવધાની રાખશો તો જરૂર આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

પ્રશ્ન: હું ત્રણ બાળકોની માતા છું. લગ્ન પહેલાં મારા પતિને એક પરિણીત સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતો. તે બંને એક વખત શહેર છોડીને ભાગી પણ ગયા હતા. આ બધું મારા પતિએ પોતે મને જણાવ્યું હતું અને સોગંદ ખાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. તેમણે લગ્ન પછી પોતાનું વચન પાળ્યું અને મને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપ્યો. તે સ્ત્રી મારા દિયરની પાડોશણ છે એટલે અવારનવાર તેની સાથે મારો સામનો થાય છે તેને જોતાં જ મારું લોહી ઉકળી જાય છે અને હું બધો ગુસ્સો પતિ પર ઉતારું છું. તેમની સાથે ઝઘડું છું. પછી વિચારું છું કે મારે કારણ વગર પતિ પર ગુસ્સે ન થવું જોઈએ. પરંતુ મારી જાત પર કાબૂ નથી રાખી શકતી. શું આખી જિંદગી આમ જ વીતશે? -એક માતા (મુંબઈ)

ઉત્તર: જો તમારા પતિ ઇચ્છત તો લગ્ન પહેલાની પોતાના અનૈતિક સંબંધની વાત તમારાથી છુપાવી શકતા, પરંતુ તેમણે એવું નથી કર્યું. તમને બધું જણાવી દીધું છે. ઉપરાંત આ સંબંધ પર તેમણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. અને આટલા વર્ષો સુધી તેમણે તમને ફરિયાદનો એક પણ મોકો નથી આપ્યો. આમ છતાં તમે તેમના પર ગુસ્સે થાવ છો તો એ સ્ત્રીસહજ ઇર્ષા છે. તમારે જ પ્રયત્ન ખરીને તેમાંથી છુટકારો મેળવવો પડશે. કોશિશ કરો કે બંને ત્યાં સુધી તે સ્ત્રીનો સામનો ન થાય. તેથી દિયરના ઘરે ઓછા જાવ. પતિ પર ગુસ્સે થવું કે ઝઘડવું બરાબર નથી. જેમ બને તેમ ગૃહક્લેશથી બચો. તમારી સમસ્યા તમે પોતે જ ઊભી કરેલી છે. તેથી તેમાંથી છુટકારો તમારે જ મેળવવો પડશે.

પ્રશ્ન: હું ૧૭ વર્ષની યુવતી છું. એક યુવકને પ્રેમ કરું છું. તે કહે છે કે તે પગભર બને પછી જ લગ્ન કરશે. મેં મારો મત વ્યક્ત નથી કર્યો. આ વિશે ફક્ત મારી બહેનને જ જણાવ્યું છે, પરંતુ મારી બહેનને છોકરો પસંદ નથી. તે કહે છે કે છોકરો કાળો છે. માતાપિતા સાથે કેવી રીતે વાત કરું. -એક યુવતી (વડોદરા)

ઉત્તર: તમારા માટે એ ઘણી સારી વાત છે કે તમારો પ્રેમી ખૂબ જ સમજું છે. યોગ્ય-અયોગ્ય સમજે છે. તમારે અત્યારે તમારો મત વ્યક્ત કરવાની કે તમારાં માતાપિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમીને નોકરી કે ધંધો જમાવતા કેટલાંક વર્ષો લાગશે. આ દરમિયાન તેની ચાલચલગત વિશે અથવા તો તમારી સાથે લગ્ન કરવાની બાબતે તે કેટલો ગંભીર છે તે ખબર પડી જશે. યોગ્ય સમય આવ્યે જ સાચો નિર્ણય લેવો ઉચિત રહેશે.

પ્રશ્ન: હું ૪૧ વર્ષનો યુવક છું. સ્ટીલ પ્લાન્ટમાં અધિકારી છું તથા સંયુક્ત કુટુંબમાં રહું છું. મારી સમસ્યા એ છે કે જ્યાં પણ લગ્નની વાત ચાલે છે ત્યાં છોકરી અલગ રહેવાની શરતે લગ્ન માટે સંમત થાય છે. મારા કુટુંબની આવક એટલી નથી કે હું તેમને છોડીને અલગ ગૃહસ્થી વસાવવાનું વિચારી શકું. શું કોઈ એવી છોકરી નહીં મળી શકે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય. -એક પુરુષ (ગોધરા)

ઉત્તર: પ્રયત્ન કરવાથી તમને એવી છોકરી મળી શકે છે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય. લગ્ન પહેલાં પોતાની સંમતિ આપ્યા પછી પણ તે સંયુક્ત કુટુંબમાં નિભાવી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. વળી, સાથે રહેવું અને અન્ય કુટુંબીજનોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવી પણ શક્ય નથી. તમારા માટે યોગ્ય એ જ રહેશે કે દરેક પ્રકારના પૂર્વગ્રહમાંથી બહાર નીકળીને તમારા માટે કોઈ જીવનસાથી શોધી લો. આમ પણ ઘણી ઉંમર થઈ ગઈ છે. શરત મનાવવાના ચક્કરમાં વધારે મોડું ન કરો નહીંતર લગ્ન થવા મુશ્કેલ થઈ જશે. તમે ઘરનાથી અલગ ન રહીને પણ આર્થિક રીતે તેમને મદદ કરી શકો છો.

પ્રશ્ન: હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

પ્રશ્ન: હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (ભાવનગર)

ઉત્તર: નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે.

નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

પ્રશ્ન: હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.-એક મહિલા (વડોદરા)

ઉત્તર:  સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.
હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

પ્રશ્ન: હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.-એક યુવતી (ગુજરાત)

ઉત્તર: આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી.
આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

પ્રશ્ન: હું ૪૦ વર્ષનો છું. મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો. તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવું? એક પુરુષ (મુંબઇ)

ઉત્તર:શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.

તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *