હનુમાનજીનું એક એવું ચમત્કારિક મંદિર કે જ્યાં વિઝાની માનતા રાખવાથી વિઝા જલ્દી મળી જાય છે….

તમે લોકો અવારનવાર હનુમાનજીના મંદિરે જતા હશો પરંતુ આજે તમને એક એવા ચમત્કારિક હનુમાન મંદિર વિષે જણાવીશું કે જ્યાં લોકોએ વિદેશ જવા માટે વિઝાની માનતા રાખે છે અને હા ખરેખર તેમની માણતા પણ પુરી થાય છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ પણ આ મંદિરમાં અમેરિકા જવા માટે વિઝાની માનતા રાખી હતી. ત્યારબાદ તેમને અમેરોલા જવા માટેના વિઝા પ્રાપ્ત થયા હતા.

આ હનુમાન દાદાનું મંદિર ખાડિયા વિસ્તારના દેસાઈની પોળમાં આવેલું છે. આ હનુમાનજીનું મંદિર અંદાજે 400 વર્ષ જુનું છે. લોકો માની રહ્યા છે કે, જે લોકો આ મંદિરમાં વિઝાની માણતા માનીને મંદિરમાં આવે છે. તેમની માનતા હનુમાન દાદા જરૂરથી પૂર્ણ કરે છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર મંદિરે આવતા તમામ ભક્તોની મનોકામના હનુમાન દાદા જરૂરથી પૂર્ણ કરે છે.

હનુમાન દાદાના મંદિરે આવેલા તમામ ભાવુક ભક્તો પોતાનો પાસપોર્ટ મંદિરના પુજારીને આપે છે. ત્યાર બાદ પાસપોર્ટને હનુમાન દાદાની નજર સમક્ષ રાખવામાં આવે છે. જે લોકો પણ આ મંદિરે વિઝાની માણતા રાખે છે. તેમની મનોકામના હનુમાન દાદા જરૂરને જરૂર પૂરી કરે છે.

આ સાથે અહિયાં આવેલા લોકો હનુમાનજીની પૂજા અર્ચના કરે છે. જોવા જઈએ તો અત્યાર સુધીમાં હનુમાનજી હજારો લોકોની મનોકામના પૂર્ણ કરી ચુક્યા છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પણ નરેન્દ્ર મોદી માટે વિદેશ જવા માટે માનતા રાખવામાં આવી હતી. માનતા માન્યા બાદ નરેન્દ્ર મોદીને પણ અમેરિકા જવા માટે વિઝા પ્રાપ્ત થયા હતા.

જુઓ વીડિયો :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *