હનુમાનજી હિંદુ ધર્મમાં સૌથી વધુ પૂજાતા દેવતાઓમાંના એક છે. તે તેની સાહસ, શક્તિ અને ભક્તિ ના માટે પુંજનીય છે. તેમની પૌરાણિક કથાઓનું રામાયણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને સમગ્ર રામાયણમાં તેમની ભૂમિકા મહત્વ ની હતી. હનુમાનજી એ શ્રી રામ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ અને માતા સીતાને શોધવામાં મહત્વ નો ફાળો આપ્યો છે. માત્ર રામાયણ જ નહીં પરંતુ મહાભારત અને અન્ય પુરાણોમાં પણ હનુમાનજીની ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે.
પૌરાણિક કથાઓ ઉલ્લેખ કરે છે કે તે કેસરી અને અંજનાના પુત્ર હતા, પરંતુ વાસ્તવ માં એ ભગવાન શિવનો અવતાર હતા. હનુમાનજીને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર રામાઅવતાર લેવા ના હતા, ત્યારે ભગવાન શિવ તેમની સહાયતા અને સાથે રહેવા માટે પૃથ્વી પર હનુમાન તરીકે જન્મ લીધો.
જુઓ વીડિયો :
હનુમાનજીનો જન્મ કર્ણાટકના કોપલ જિલ્લામાં આવેલા હમ્પી નજીકના ગામમાં થયો હતો. માતંગ ઋષિના આશ્રમમાં જ હનુમાનજીનો જન્મ થયો હતો. ભગવાન શ્રીરામના જન્મ પહેલા હનુમાનજીનો જન્મ થયો હતો. બ્રહ્માંડ પુરાણ જણાવે છે કે અંજના અને કેસરીને પાંચ પુત્રો હતા જેમાંથી હનુમાનજી સૌથી મોટા હતા.
હિન્દુ શાસ્ત્રોમાં આઠ ચિરંજીવોનો ઉલ્લેખ છે અને ભગવાન હનુમાન તેમાંથી એક છે. એવું કહેવાય છે કે તે કલયુગના અંત સુધી આ ધરતી પર શ્રી રામના નામ અને તેની કથાનો જાપ કરતા રહેશે. હનુમાનજીને આ યુગમાં પણ પૂજનીય માનવામાં આવે છે અને તેમને અજર અમર માનીને તેમની પૂજા કરવામાં આવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]