ગુજરાતી ચલચિત્ર જગતના એક હાસ્ય કલાકાર એટલે રમેશ મહેતા. રમેશ મહેતા અનેક ગુજરાતી ચલચિત્રમાં સહાયક ભૂમિકા તરીકે કામ કરી ચૂક્યા છે. રમેશ મહેતા ના અંગત જીવનની વાત કરીએ તો તેઓનો જન્મ 22 જૂન 1932 ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નવાગામ ગામમાં થયો હતો.
ખૂબ મોટી નામના કમાયા બાદ પોતાના સરળ સ્વભાવથી લોકપ્રિયતા મેળવનાર રમેશ મહેતાનું 78 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. 11 મે 2012 ના રોજ તેઓએ પોતાના જીવનનો અંતિમ શ્વાસ લીધો. મિત્રો રમેશ મહેતા ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તે પોતાના અભિનયથી હજુ પણ આપણી વચ્ચે જીવે છે અને તે કાયમ માટે અમર થઈ ગયા છે.
માત્ર 14 વર્ષની ઉંમરમાં રમેશ મહેતા રામાયણ અને ભાગવત જેવા મહા ગ્રંથોના બધા પુસ્તકોનો અધ્યયન કર્યું હતું.ગુજરાતી ફિલ્મના હાસ્ય સુપર સ્ટાર અભિનેતા રમેશ મહેતાના પિતા ગિરધરલાલ અને માતા મુક્તાબેન હતા. રમેશ મહેતા મોટાભાગે પોતાનું પાત્ર લેખન અને સંવાદો પોતાની જાતે જ લખતા હતા. અમદાવાદ ભારતભૂષણ થિયેટરમાં રમેશ મહેતાએ છ મહિના નોકરી કરી.
રમેશ મહેતાએ 200 થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આટલું જ નહીં પરંતુ રમેશ મહેતા સામાજિક કાર્યમાં પણ ખૂબ આગળ હતા. તેઓ હંમેશાં લોકોની મદદ કરવા માટે આટલું જ હતા સ્વભાવે ખૂબ જ હસમુખ અને ના મોટા વિસ્તારમાં નામના ધરાવતા વ્યક્તિ રમેશ મહેતા હતા. ફિલ્મ કેરિયર દરમિયાન રમેશ મહેતાને ઘણા બધા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત ગૌરવ ખિતાબ સંગીત નાટક એકેડેમી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. હાસ્યસ્પદ પ્રતિકૃતિનો આભાસ થાય તેવા ગુજરાતી ફિલ્મના હાસ્ય સુપર સ્ટાર રમેશ મહેતાએ માત્ર છ વર્ષની ઉંમરમાં નાટક મંડળીમાં કામ કર્યું હતું. તેઓ એક સારા લેખક હોવાની સાથે સાથે ઘણા બધા ગીતો પણ લખ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]