ભારતમાં ગાયને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે. ગાયની અંદર દેવતાઓનો વાસ માનવામાં આવે છે. દિવાળીનાં બીજા દિવસે ગોવર્ધન પુજાનાં અવસર પર ગાયની વિશેષ પુજા કરવામાં આવે છે અને તેમનો મોર પંખ વગેરેથી શ્રૃંગાર કરવામાં આવે છે. પુરાણો અનુસાર ગાયમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ગાયને કોઈપણ પ્રકારે પરેશાન કરવી પાપ માનવામાં આવે છે. તેમની હ-ત્યા કરવી તો નરકનાં દ્વાર ખોલવા સમાન પાપ માનવામાં આવે છે. જ્યાં ઘણા જન્મો સુધી દુઃખ ભોગવવા પડે છે. ગાય એટલા માટે પુજનીય નથી કારણકે તે દુધ આપે છે અને તે હોવાથી આપણી સામાજિક પુર્તિ થાય છે.
હકિકતમાં માન્યતા છે કે ૮૪ લાખ યોનિનું સફર કરીને આત્મા અંતિમ યોનીનાં રૂપમાં ગાય બને છે. ગાય લાખો યોની નો તબક્કો હોય છે જ્યાં આત્મા વિશ્રામ કરીને આગળની યાત્રા શરૂ કરે છે. વૈજ્ઞાનિકો અનુસાર ગાય એકમાત્ર એવું પ્રાણી છે, જે ઓક્સિજન ગ્રહણ કરે છે અને ઓક્સિજન છોડે છે. જ્યારે મનુષ્ય સહિત બધા પ્રાણીઓ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. ઝાડ-છોડ તેનું બરાબર ઉલ્ટુ કરે છે.
શાસ્ત્રાનુસાર બહાર જતા સમયે ગાય પોતાની હરકતોથી આપણને ભવિષ્યમાં થવા વાળી ઘટનાઓ વિશે સંકેત આપે છે. જોકે હવે શહેરમાં ગાય પાળવા જેવા કામ થઈ શકતા નથી અથવા તો ગાયનું દેખાવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તેવામાં આ સંકેત કારગર લાગતા નથી. ઋષિઓ દ્વારા આ સંકેત ત્યારે બતાવવામાં આવ્યા હતાં જ્યારે પરિસ્થિતિઓ ખુબ જ અલગ હતી. ગાય સાથે જોડાયેલા શુકન-અપશુકન વિશે પણ જણાવવામાં આવ્યું છે. શું છે ગાય સાથે જોડાયેલા શુકન-અપશુકન ચાલો જાણી લઈએ.
ગાય સાથે જોડાયેલા શુકન તથા અપશુકન
જો રાત્રિનાં સમયે ગાય હુંકાર કરતી હોય અથવ તો બોલાવતી નજર આવે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. મુસાફરી કરતા સમયે જો ડાબી તરફથી ગાયનો અવાજ સંભળાય તો તે શુભ હોય છે. જો કોઈ ગાય અડધી રાત્રે ભાંભરતી અથવા તો રડતી જોવા મળે તો તે મુસાફરીમાં વ્યક્તિ એ ડરામણી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મુસાફરી પર જતા સમયે જો તમને ગાય પોતાનાં પગથી જમીન ખોદતી દેખાય તો આવનારા સમયમાં તે વ્યક્તિએ બિમારીનો સામનો કરવો પડે છે. જો મુસાફરી પર જતા સમયે ગાય રડતી દેખાય છે તો તે વ્યક્તિને મૃ-ત્યુ સમાન કષ્ટ થવાની સંભાવના રહે છે.
વ્યક્તિને ગાય પોતાનાં વાછરડાને મળવા માટે ભાંભરતી દેખાય તો તેની બધી જ ઇચ્છાઓ પુરી થવાનાં યોગ બને છે. જ્યારે ગાયની ઉપર ઘણી બધી માખી બેસેલી દેખાય તો સારો વરસાદ થવાની સંભાવના માનવામાં આવે છે. મુસાફરી સમયે જો વ્યક્તિને બંને તરફ ભેંસ દેખાય છે તો તે વ્યક્તિનું મૃ-ત્યુ થવાનું જોખમ રહે છે. જો કોઈ વ્યક્તિને બળદ પોતાની ડાબી તરફથી જમણી તરફ જતો દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
જુઓ વીડિયો :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]