વાળ કુદરતની આપેલી આ અનમોલ વસ્તુ છે, આ વત તે વ્યક્તિ જ સમજી શકે છે જેના માથા પર વાળ ન હોય. પરંતુ વાળ કુદરતની આપેલી સૌથી ખરાબ ચીજ પણ છે, આ વાત તે સમજી શકે છે જેના શરીર પર અણગમતા ભાગો પર વાળ હોય. આવી રીતે મહિલા હોય કે પુરૂષ જેના શરીર પર અણગમતા વાળ એવી જગ્યા પર હોય જ્યાંથી તેને હટાવવા માટે કંઈપણ કરી શકે છે. તો આજે અમે તમારા માટે એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી એક વાર ગયેલા વાળ ફરીથી ઉગી શકશે નહીં.
અણગમતા વાળથી છે દરેક પરેશાન
મોટા ભાગે જોવામાં આવે છે કે અમુક યુવતીઓના હાથ, પગ અને ચહેરાના વાળને હટાવવા માટે દર અઠવાડિયે બ્યુટી પાર્લરનાં ચક્કર લગાવવા પડતા હોય છે. ઘણા બધા પૈસા ખર્ચ કરવા છતાં પણ તેમની આ પરેશાની ખતમ થતી નથી. વળી યુવકો અથવા પુરુષોને શરીરના એવા ભાગમાં વાળ હોય છે, જેને હટાવવા માટે તેઓ પણ આ ઉપાય અજમાવી ચૂક્યા હોય છે, પરંતુ તેમાંથી તેમને છુટકારો મળ્યો હતો નથી. વાળ જો કોઇ યુવતીના ચહેરા પર ઉગી આવે તો તેના માટે એક અભિશાપ જેવું બની જાય છે. એટલા માટે દરેક વ્યક્તિ સુંદર દેખાવવા માટે પોતાના શરીરમાંથી અણગમતા વાળને હટાવવા માંગે છે.
કેટલા કારગર છે બ્યુટિ પ્રોડક્ટ?
અણગમતા વાળથી ફક્ત સુંદરતા જ ખતમ નથી થતી, પરંતુ તેનાથી આપણે શરમનો પણ અનુભવ કરવો પડે છે. એટલા માટે પુરુષ અને મહિલાઓ વેક્સિંગનો આશરો લેતા હોય છે, પરંતુ તેમાં ખૂબ જ દુખાવો સહન કરવો પડે છે. વેક્સિન અણગમતા વાળને થોડા દિવસે હટાવવાનો વિકલ્પ છે. પરંતુ હજુ સુધી એવી કોઈ બ્યુટી પ્રોડક્ટ આવી નથી જે અણગમતા વાળને હંમેશા માટે હટાવી શકે. અમે જે ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમે અણગમતા વાળને હંમેશા માટે હટાવી શકો છો.
અણગમતા વાળને કેવી રીતે હટાવે છે?
આ એક ચમત્કારી ઉપાય છે. તેના માટે સૌથી પહેલા તમારી પાસે એક કોલગેટ અને એક એવરયુથ પીલ માસ્ક પેક હોવું જરૂરી છે. કોલગેટનાં સફેદ પેકનો ઉપયોગ કરવો વધારે યોગ્ય રહેશે. તેના માટે સૌથી પહેલાં એક કટોરીમાં બે ચમચી એવરયુથ પીલ માસ્ક અને એક ચમચી કોલગેટ લઈને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. શરીરના જે ભાગમાં તમે વાળ હટાવવા માંગો છો, ત્યાં આ પેસ્ટને લગાવ્યા બાદ ૨૦ મિનિટ સુધી છોડી દો. જ્યારે તે સંપૂર્ણ રીતે સૂકાઈ જાય, તો તેને ધીરે ધીરે કરીને હટાવી લો. તેનાથી તમને દુખાવો પણ નહીં થાય અને તે ભાગ પર ક્યારેય ફરીથી વાળ ઉગશે નહીં.