ભારતીયોના આ વર્લ્ડ રેકોર્ડ જે તમને ચોંકાવી દેશે…

વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ સરળ કામ નથી. આ માટે કૌશલ્ય હોવું ખૂબ જ જરૂરી છે અને સાથે જ સફળતા મેળવવા માટે સખત મહેનત પણ એટલી જ જરૂરી છે. જો કે લોકો કંઈક સારું કરીને રેકોર્ડ બનાવવા માંગે છે, જેથી કરીને તેઓ દુનિયામાં ફેમસ થાય, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે અજીબોગરીબ કામ કરીને આખી દુનિયામાં ફેમસ થઈ જાય છે. આજે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ડે છે. આ ખાસ દિવસ દર વર્ષે 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ અવસર પર, ચાલો જાણીએ વિશ્વના પાંચ અજીબોગરીબ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વિશે, જે જાણીને તમને આશ્ચર્ય થશે. આમાંના કેટલાક રેકોર્ડ ભારતીયોએ પણ બનાવ્યા છે.

વિશ્વની સૌથી મોટી ડુંગળી

સામાન્ય રીતે જ્યારે તમે ડુંગળી ખરીદવા જાઓ છો ત્યારે એક કિલોમાં ઓછામાં ઓછી 6-7 ડુંગળી આવશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની સૌથી મોટી ડુંગળીનું વજન આઠ કિલોગ્રામથી વધુ છે. આ ડુંગળી ઈંગ્લેન્ડના રહેવાસી પીટર ગ્લેઝબ્રુકે ઉગાડી હતી. આ કારણે તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

નિલાંશી પટેલ

ગુજરાતના મોડાસામાં રહેતી 17 વર્ષની નીલાંશી પટેલ વિશ્વની સૌથી લાંબા વાળવાળી છોકરી તરીકે જાણીતી છે. તેના વાળની ​​લંબાઈ છ ફૂટથી વધુ છે. આ વાળના કારણે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

રામસિંહ ચૌહાણ

તમે લોકોને ઘણી વખત એવું કહેતા સાંભળ્યા હશે કે ‘મૂછો એ પુરુષોનું ગૌરવ છે’ અથવા ‘મૂછ નહીં તો કંઈ નહીં’, પરંતુ શું તમે એવા કોઈ વ્યક્તિ વિશે જાણો છો જેની મૂછોની લંબાઈ લગભગ 14 ફૂટ હોય. હા, રાજસ્થાનના રામ સિંહ ચૌહાણનું નામ આ જ કારણથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેણે 39 વર્ષથી મૂછો નથી કપાવી.

ક્રિસ વોલ્ટન

આ મહિલાનું નામ ક્રિસ વોલ્ટન છે. વિશ્વમાં સૌથી લાંબા નખ રાખવાનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે. તેના ડાબા હાથના નખની લંબાઈ 10 ફૂટ બે ઈંચ છે જ્યારે તેના જમણા હાથના નખની લંબાઈ નવ ફૂટ સાત ઈંચ છે.

એકટેરીના લિસિના

આ છે રશિયાની એકટેરીના લિસિના. વિશ્વની સૌથી લાંબા પગવાળી છોકરીનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે. તેના ડાબા પગની લંબાઈ 132.8 સે.મી. અને જમણા પગની લંબાઈ 132.2 સે.મી. છે. એટલું જ નહીં તેણીએ વિશ્વની સૌથી ઉંચી મોડલનો ખિતાબ પણ જીત્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *