શહેરના લોકો રાતદિવસ રખડતા પશુઓની સમસ્યાથી કંટાળી ગયા છે. ત્યારે સાંજના સમયે શહેરમાં રોડ વચ્ચે રખડતા ઢોર બેઠેલા હોઈ છે. વાહન ચાલકો અને ત્યાં રહેવાસી લોકો ને કેટલીક વાર નુકશાન પણ પહોંચાડતા હોય છે.
એક દિવસે સાંજે રોડ ચોકમાં ગાય અને આખલાઓનું એક ટોળું આવ્યું હતું. જેમાંથી 2 આખલાઓ એકમેક સાથે શીંગડા ભેરવી બાખડતાં લોકોમાં ડરનો માહોલ છવાય ગયો હતો. શીંગડાંભેર બાખડતાં આ આખલાઓએ આ વિસ્તારની દુકાનોની બહાર મુકેલા વાહનોને પણ પાડીને નુકશાન પહોંચાડ્યું હતું. તો આખલાઓની લડાઈથી ભયભીત લોકો રસ્તાની બંને તરફ રોકાઈ જતા ટ્રાફિકજામ થાય ગયું હતું. આખલાઓના યુદ્ધથી લોકો ખુબ ભયભીત થઇ ગયા હતા.
શહેરોમાં ગાય, આખલા, કુતરા જેવા પાલતુ પશુઓને ઉપયોગ પછી માલિકો દ્વારા છોડી મુકતા હોવાની ફરિયાદો બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં નથી ભરાતા હોવાની ફરિયાદો સાથે શહેરમાં દરરોજ ક્યાંક ને ક્યાંક આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં માલહાનિ પણ થતી હોય છે. ત્યારે રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ક્યારે મુક્તિ પામશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]