અરે બાપરે ! દુલ્હન ની ડ્રેસ માં આ શું દેખાયું, જોશો ચકિત થઇ જશો….

સોશિયલ મીડિયા પર ઓપ્ટિકલ ઈલ્યુઝનનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. ક્યારેક કેટલીક પેઇન્ટિંગ તો ક્યારેક જંગલની તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થાય છે અને તેને લગતા પ્રશ્નોને ઓછા સમયમાં ઉકેલવાની ચેલેન્જ પણ આપવામાં આવે છે. પરંતુ, હવે આ પડકાર માત્ર આટલા પૂરતો સીમિત નથી રહ્યો. હવે લોકોને નવા પ્રકારની વસ્તુઓમાં પણ ભ્રમ દેખાવા લાગ્યો છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ તસવીરને જ જોઈ લો. આ એક દુલ્હનનો ડ્રેસ છે જેમાં તમારે છુપાયેલ ચહેરો શોધવો પડશે. લોકોએ આ માટે આ ચેલેન્જ આપી છે કે જે 10 સેકન્ડમાં તેમાં છુપાયેલ ચહેરો શોધી કાઢશે, તે માસ્ટર માઈન્ડ કહેવાશે. શું તમે પણ માસ્ટરમાઇન્ડ છો? તો આ તસવીરને ધ્યાનથી જુઓ અને જણાવો કે તેમાં છુપાયેલો વૃદ્ધનો ચહેરો ક્યાં છે.

સોશિયલ મીડિયા પર લોકો હેરાન છે કે લગ્નના પોશાકમાં ઓપ્ટિકલ ભ્રમ કેવી રીતે હોઈ શકે છે. Reddit પર દેખાતી એક પોસ્ટમાં એક મહિલા સફેદ દુલ્હનનો ડ્રેસ પહેરેલી દેખાઈ હતી. પ્રથમ નજરમાં, તે એક સામાન્ય લગ્ન પહેરવેશ જેવું લાગશે. જેના પર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે. પરંતુ, જ્યારે તમે આ ડ્રેસને ધ્યાનથી જોશો, તો તમને એક પેટર્ન દેખાશે, જેમાં ગુસ્સે થયેલા વૃદ્ધનો ચહેરો દેખાય છે.

પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ તસ્વીર સ્ટીલવ્હાઈટ પર જોઈ – હું ડ્રેસમાં માત્ર ગુસ્સે થયેલા વૃદ્ધનો ચહેરો જ જોઈ શકું છું.’ તમને જણાવી દઈએ કે સ્ટિલવ્હાઈટ યુકે સ્થિત બ્રાઈડલ ડ્રેસ માર્કેટ છે. પોસ્ટ શેર કર્યા પછી તેના પર રમુજી ટિપ્પણીઓ આવવા લાગી. એક યુઝરે લખ્યું, ‘હું ચાઈનીઝ ડ્રેગન જોઉં છું!’ અન્ય એક યુઝરે લખ્યું, ‘હું જાપાની મંદિરના પ્રાણીને જોઈ રહ્યો છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *