સૌથી ખતરનાક શાળાના નિયમો, આ જાણી તમે પણ ચોંકી જશો…

ચીનના ગુઆંગડોંગ પ્રાંતની ઝોંગશેન ટેકનિકલ માધ્યમિક શાળાએ મહિલા વિદ્યાર્થીઓ માટે એક અનોખો ફરમાન બહાર પાડ્યો છે. ઝોંગશેનમાં સ્થિત આ શાળાના નિયમો અનુસાર, છોકરીઓને માત્ર ચામડીના રંગની બ્રા પહેરવાની છૂટ છે. આ સિવાય તેઓ પારદર્શક બ્રા પણ પહેરી શકે છે.

ચીનની એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, જે છોકરીઓ આ નિયમનું પાલન નહીં કરે તેમને પણ સખત સજા કરવામાં આવશે. એક સ્કૂલની છોકરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જો તે આ નિયમનું પાલન નહીં કરે તો સ્કૂલમાંથી પોઈન્ટ કાપી લેવામાં આવશે. વિદ્યાર્થીએ જણાવ્યું કે રંગીન બ્રા પહેરવા માટે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા 2 પોઈન્ટ કાપવાનો નિયમ છે. લેનયાર્ડ બ્રા પહેરવા માટે 3 પોઈન્ટ અને પ્રિન્ટેડ બ્રા માટે 4 પોઈન્ટ કાપવામાં આવશે.

સમાચાર અનુસાર, ભૂતકાળમાં, એક વિદ્યાર્થીને રંગીન અન્ડરવેર પહેરવા બદલ 1500 શબ્દોનો પત્ર લખવાની સજા ફટકારવામાં આવી હતી, જેમાં તેને આ ભૂલ માટે લેખિતમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *