શુ તમે બગલ ના વાળથી પરેશાન છો? આ સરળ ઉપાય અપનાવો…

આ ઘરગથ્થુ પ્રયોગથી તમને અંડર આર્મ્સના વાળમાંથી જ છૂટકારો મળશે તેટલું નહીં પણ તમારા અંડરઆર્મ્સના ડાઘ ધબ્બા પણ દૂર થશે અને તમે બિંદાસ્તપણે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી શકશો. આ ઉપાય કરવાથી વાળ ધીરે ધીરે મૂળમાંથી જ નબડા પડે છે અને પછી પોતાની જાતે ખરી જાય છે. થોડો સમય નિયમિત પ્રયોયગ વાળને કાયમ માટે દૂર કરી દે છે.

અડધો કપ હળદરની ભૂક્કી, ગુલાબ જળ અથવા દૂધ(જરુર મુજબ), ગરમ પાણી. આ બધી વસ્તુને ભેળવીને એક ગાઢ પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને તમારા અંડરઆર્મ્સ પર લગાવી દો અને તેને સુકાવા દો. હવે ગરમ પાણીના ઉપયોગ કરીને હલ્કા હાથે તેને ઘસી ઘસીને દૂર કરો. બની શકે કે શરુઆતમાં પહેલીવાર તમને વાળ થોડા વધુ ખેંચાય. પરંતુ સપ્તાહમાં નિયમિત 3 દિવસ આ પ્રયોગ કરવાથી થોડા સમયમાં તેનું પરીણામ જોવા મળશે અને વાળ કાયમ માટે દૂર થશે.

કેટલીક સ્ત્રીઓ જ્યારે કોઈ તહેવાર અથવા કોઈ પણ કારણ વગર પાર્લર જાય છે ત્યારે તેમને વૈક્સિંગ થી થતી પીડાનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક સ્ત્રીઓ તો એટલી હિમ્મતવાળી હોય છે કે પોતાનું વૈક્સિંગ ઘર બેઠા પોતાની જાતે જ કરે છે. આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે વાળ આવવાં એ કુદરતનો નિયમ છે. અમે તમારે થોડી એવી ટિપ્સ આપીશું જેનાથી વૈક્સિંગ કરાવતી વખતે તમને પીડાનો સામનો નહીં કરવો પડે:

પીરીયડ્સમાં એમ પણ તમને તકલીફ થતી હોય છે અને એવાં સમયે વૈક્સિંગથી થતી પીડા તમારા માટે યોગ્ય નથી. પીરીયડ્સના સમયે તમારા શરીરમાં ઇસ્ટ્રોજનની માત્રા વધી જાય છે જેના લીધે નાની પીડાનો પણ અનુભવ થાય છે. એટલા માટે એ વધું સારું રહેશે કે તમે પીરીયડ્સના સમયે વૈક્સિંગની પીડાને સહન કરવા કરતા સારું છે કે તમે વૈક્સિંગ પછી થી કરાવો.

એવું માનવામાં આવે છે કે વૈક્સિંગ પહેલાં એક્સફોલિએટ કરવાથી તમને વધુ દુખાવો નથી થતો. પરંતુ આ વાત ધ્યાનમાં રાખો કે વૈક્સિંગ કરવાના થોડી વાર પહેલા એક્સફોલિએટ ન કરો પરંતુ એક દિવસ અગાઉથી કરીને વૈક્સિંગ માટે તૈયાર રહો. જો તમારી ચામડી રફ હોય જેમાં વૈક્સિંગ પછી બળતરા થાય, તો વૈક્સિંગની પ્રક્રિયા પછી સ્નાન કરતા પહેલાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો, વૈક્સિંગના થોડા કલાક પહેલાં પોતાને મોઈશ્ચરાઈઝ કરો.

વૈક્સિંગ કરાવતી વખતે જો તમે પોતાની જાતને બીજી વસ્તુમાં વ્યસ્ત રાખશો તો તમને દુઃખાવો ઓછો થશે જેથી તમે જ્યારે બીજી વાર વૈક્સિંગ કરાવા જાઓ ત્યારે પોતાના હેડફોન જરૂરથી લેતા જજો જેનાથી તમને દુઃખાવા નો એહસાસ ઓછો થશે.

દુઃખાવા થી બચવા માટે કેટલીક ટિપ્સ અપનાવો:

જો દુઃખાવો તમારી સહનશીલતાની બહાર હોય તો તમારી ત્વચાને ડેડ કરવા માટે ક્રીમ લગાવાનો પ્રયાસ કરો. વૈક્સિંગ કરાવાની 30 મિનિટ પહેલાં એ ક્રીમ લગાવો અને તમારી પીડાને ઘટાડો. વારંવાર વૈક્સિંગ કરવાથી વાળ નબળા થાય છે જેના લીધે વૈક્સિંગ કરાવતી વખતે દુઃખાવો ઓછો થાય છે અને આના લીધે તમારી પીડા સહન કરવાની ક્ષમતા પણ મજબૂત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *