સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં બંને પાર્ટનરને આનંદ મળે એ માટે ઓરલથી લઈ ઈન્ટરકોર્સ સુધીની બાબતોને ટ્રાય કરવામાં આવતી હોય છે. પરંતુ સેક્સ પહેલા કે સેક્સ પછી અમુક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં બંને પાર્ટનરને આનંદ મળે એ માટે ઓરલથી લઈ ઈન્ટરકોર્સ સુધીની બાબતોને ટ્રાય કરવામાં આવતી હોય છે. પરંતુ સેક્સ પહેલા કે સેક્સ પછી અમુક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. તો ચાલો નજર કરીએ એવી કેટલીક બાબતો પર, જે બાબતોને ધ્યાન રાખીને તમે તમારા જીવન અને સેક્સલાઈફને બહેતર બનાવી શકો છો.
તમે લગ્ન કર્યા હોય કે પછી લોન્ગ ટર્મ રિલેશનશીપમાં હો, પરંતુ એ બધામાં એ બાબત ઘણી મહત્ત્વની છે કે સેક્સ બંને પાર્ટનરની સહમતિથી થાય. યાદ રાખજો અસહમતિ કે અનિચ્છાએ થયેલો સેક્સ તમારી સેક્સ લાઈફ અને રિલેશનશીપ બંને પર અસર કરે છે. ઘણા લોકો સેક્સ વખતે કોન્ડોમ્સ કે લ્યુબ્રિકન્ટ્સ નથી વાપરતા.
જોકે માત્ર પ્રેગનેન્સીથી બચવા જ નહીં, પરંતુ અન્ય ઈન્ફેક્શન્સથી બચવા આટે કોન્ડોમનો ઉપયોગ કરવો જરૂરી છે. તો કેટલાક લોકો રફ સેક્સ કરતા હોય છે, જેને કારણે તેમના પ્રાઈવેટ પાર્ટ્સ પર ઘણી અસર થતી હોય છે. આવા સમયે તમારે વોટરબેઝ્ડ, ઓઈલ બેઝ્ડ અથવા ક્રિમ બેઝ્ડ લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરવો જ જોઈએ.
યાદ રાખો કે સેક્સ એ કંઈ રૂટિન બાબત નથી. સેક્સ માટે તમારો મૂડ બનેલો હોવો જોઈએ. તો જ તમે તેને એન્જોય કરી શકતા હો છો. આથી સેક્સ પહેલાં મૂડ બનાવો અને આ માટે સીધા ઈન્ટરકોર્સ કરતા પહેલા ઓરલ સેક્સ કે ફોરપ્લેથી શરૂઆત કરો. તો એક્સપર્ટ્સ હંમેશાં સલાહ આપે છે કે સેક્સ પછી બંને જણાએ તેમના ગુપ્તાંગો પાણીથી સરખા ધોવા કે સાફ કરવા જોઈએ. ઈન્ટરકોર્સ પછી બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાના ચાન્સ ઘણા વધી જતા હોય છે.