લગ્ન એ બે આત્મા નું મિલાન માનવામાં આવે છે, પરંતુ લગ્ન પછી એક્સાઇટમેન્ટમાં મોટા ભાગે મોટાભાગના કપલ નો ટાઈમ એક બીજા ને જાણવામાં પસાર થાય જતો હોય છે. અને બાકી નો ટાઈમ રોમાન્સ માં ખોવાઈ જતો હોય છે. આ સમય દરમ્યાન તેઓ ભૂલી જતા હોય છે કે લગ્ન ફક્ત સેક્સ જ નથી, પરંતુ એવી ઘણી બીજી વસ્તુ પણ છે જે સેક્સ થી પણ વધારે મહત્વની છે. એક સારો સબંધ તે બધી વસ્તુ વગર ખીલી ના શકે. જાણો તે કઈ વસ્તુ છે…
વિવાહિત દંપતીના જીવનમાં સાસુ-સસરા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને તેમને પણ ઈચ્છા હોય કે તેનો દીકરો અને વહુ તેમને અગત્ય નો ભાગ બનાવીને રાખે. પરંતુ આ વાતને ઘણા દખલઅંદાજી મણિ લેતા હોય છે, પરંતુ જો તમે આ વાત ને પોઝિટિવએ લઇને બધું કરતા શીખી જાવ જો બધા સંબંધો જાળવવા ખુબ સરળ બની જશે. બન્ને સાસુ અને વહુ આ વાત સમજીલે તો વધુ સારું અને સરળ બની જાય છે.
તમે માનો કે ના માનો, લગ્ન ના અમુક ટાઈમ પછી બધા કપલ ને આ સવાલ માંથી પસાર થાવ પડે છે કે ગુડ ન્યૂઝ ક્યારે આપો છો? ઘરે કોઈ પણ આવે તો બસ આ જ પૂછતાં હોય છે. લગ્ન થયા નથી કે બધા ગુડ ન્યૂઝ ની આશા રાખીને બેસી જતા હોય છે. ઘરના વડીલો પણ નાનું રમકડાં ની રાહ જોતા હોય છે. પરંતુ બધા લોકોને એ સમજવું જોયે કે બેબી પ્લાનીંગ એ કપલ નો નિર્ણય હોવો જોયે. કપલ ઉપર નિર્ભય કરતુ હોય કે બેબી પ્લાનિંગ ક્યારે કરવું. તે લોકો ઈચ્છે તો વગર બાળકે આખી જિંદગી જીવી શકે, પરંતુ પછી આ નિર્ણયના કારણે તેમને જે વસ્તુ સાંભળવી પડે તેને માટે તેમને તૈયાર રેહવું પડશે.
લગ્ન પછી ઘણું બદલાઈ જતું હોય છે. બધા ને જમવામાં સરખો ટેસ્ટ નથી હોતો. તમને ભાવતું હોય એવું બીજા ને ના ભાવતું હોય. તો ઘરમાં બધા ને જે ભાવતું હોય તે પ્રમાણે તમારે રસોઈ કરવાની હોય છે. પણ ધીમે ધીમે તમને તમારા સાસરે બધા જેવો ટેસ્ટ ભાવવા લાગશે, પરંતુ સમય લાગે બધી વસ્તુ નો. તમારા પતિને નોનવેજ ભાવતું હોય અને તમને ના ભાવતું હોય તો તમે એમને ના નો પાડી શકો પરંતુ તેની સાથે રહેતા રહેતા તમે તે વાત ને લઇ ને કંફર્ટેબલ ફીલ કરવા લાગશો.
લગ્નનો સંબંધ એકબીજાની જવાબદારી સાચવીને સહારો બનો. જોકે આજકાલ મહિલા કે પુરૂષમાં કોઇ ભેદભાવ રહ્યો નથી. દરેક ફિલ્ડમાં ખભાથી ખભો મીલાવીને ચાલી રહ્યા છે.. તો ઘર-પરિવારની જવાબદારીમાં કેમ નહી? જો તમે કપડા ધોઇ રહ્યા છો તો તમારા પતિ ઘરની સ્વચ્છતા કે અન્ય કામમાં પણ તમારી મદદ કરી શકે છે.