તાલાલાનાં ઉમરેઠી ગામના ખેડૂતની ભેંસના દૂધના સારા ફેટ આવી રહ્યા છે. સરેરાશ 14ની આસપાસ ફેટ આવી રહ્યા છે. એક લીટર દૂધ 100 રૂપિયાના ભાવે ડેરીમાં જઈ રહ્યુ છે. 5 જાન્યુઆરીના 17.5 ફેટ આવતા 131 રૂપિયા લીટરે મળ્યા હતા. 19 વર્ષની ભેંસને દિવસમાં બે વખત સૂકી જુવાર અને બે વખત મગફળીનો પાલો આપે છે. તેમજ પ્રોટીન પાવડર ખાણ સાથે આપે છે.
પશુપાલન એક વ્યવસાય બની ગયો છે. પશુપાલનથી લોકો લાખો રૂપિયા કમાઉ રહ્યા છે. સારી ઓલાદના પશુ અને યોગ્ય કાળજી લેવામાં આવે તો સારી આવક મેળવી શકાય છે. હાલ તાલાલાનાં ઉમરેઠી ગામનાં ખેડૂત હિતેશભાઇ બાકુની ભેંસ ચર્ચામાં આવી છે.
તારીખ 5 જાન્યુઆરીનાં આ ભેંસનાં દૂધનાં ફેટ 17.5 આવ્યા હતા. પરિણામે એક લિટરના 131 રૂપિયા મળ્યા હતા. આ સૌથી વધુ ભાવ હતા. જોકે હિતેશભાઇ બાકુની ભેંસના દૂધના સરેરાશ 14 આસપાસ ફેટ આવે છે અને ડેરીમાંથી 100રૂપિયા લીટરનાં મળે છે.
હિતેશભાઇ બાકુએ જણાવ્યુ હતું કે, ભેંસની ઉંમર 19 વર્ષની છે. અને 6 વેતર વિયાણી છે. ભેંસ દેશી જાતની છે. ભેંસ સોજી છે. દોવામાં કે કાળજી લેવામાં મુશ્કેલી પડતી નથી.
હિતેશભાઇ બાકુએ જણાવ્યુ હતું કે, ભેંસને દિવસમાં બે વખત જુવારનો સુકો ચારો, બે વખત મગફળીનો પાલો, બે વખત લીલો ચારો આપે છે. તેમજ ભેંસને દોવા સમયે ખાણ આપે છે. તેમજ ખાણમાં પ્રોટીન પાવડર પણ આપી રહ્યાં છે.
હિતેશભાઇ બાકુની ભેંસને 4 લીટરની આસપાસ દૂધ છે. બે લીટર ખાવા માટે ઘરમાં રાખે છે અને બે લીટર ડેરીમાં ભરાવે છે. તેમને સરેરાશ 14 ફેટ આવતો હોય લીટરે 100 રૂપિયા મળે છે. રોજ બે ટાઇમ દૂધ ભરાવતા હોય 400 રૂપિયા મળી રહ્યાં છે.
દૂધના સારા ફેટ આવી રહ્યાં છે. પરંતુ 5 જાન્યુઆરીનાં 17.5 ફેટ આવ્યાં હતા. પરિણામે એક લિટરનાં 131 રૂપિયા મળ્યાં હતા. જે તેમને આજ સુધીનાં સૌથી વધુ ભાવ મળ્યાં હતાં.