આવું જ એક અજોડ મંદિર આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં પણ છે. આ મંદિરની સૌથી વિશેષ અને રહસ્યમય બાબત એ છે કે તેનાં થાંભલાઓ હવામાં લટકે છે, પરંતુ આજ દિન સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી.
દક્ષિણ ભારતનાં મહત્વનાં મંદિરોની જો વાત કરીએ તો ત્યાં લેપાક્ષી મંદિર નામે એક એવું મંદિર આવેલું છે કે જે પોતાના વૈભવશાળી ઈતિહાસ માટે જાણીતું છે. આ મંદિર દક્ષિણ આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરને ‘હેંગિંગ પિલર ટેમ્પલ’ પણ કહેવાય છે. આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને નથી સ્પર્શ કરતો. આ મંદિરમાં તમામ થાંભલાઓ હવામાં ઝૂલી રહ્યાં છે.
આ મંદિરનાં થાંભલાઓ જમીન સાથે જોડાયેલા નથી અને રહસ્યમય રીતે હવામાં લટકેલા છે. આ થાંભલા જમીનથી લગભગ અડધો ઈંચ ઉપર જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે અહીં લટકેલા સ્તંભોની નીચેથી એક કપડું પસાર કરતાં પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આવે છે.
લેપાક્ષી મંદિર બેંગલુરુથી અંદાજે 140 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનો સીધો જ સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિર વીરભદ્રને સમર્પિત છે. વીરભદ્ર દક્ષ યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવેલા ભગવાન શિવનું એક ક્રૂર સ્વરૂપ છે. આ ઉપરાંત ભગવાન શિવનાં કંકાલમૂર્તિ, દઅર્દ્ધનારીશ્વર, ક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર પણ અહીં દર્શનીય છે. આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મંદિર માત્ર એક જ પથ્થરની જ સંરચના છે.
જુઓ વીડિયો :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]