ફિલિપાઈન્સમાં 11 વર્ષની એથ્લેટની એક તસવીર અને સફળતા ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેણે પગરખાં પહેર્યા વગર પગમાં પટ્ટી બાંધીને જીત મેળવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલિપાઈન્સના ઈલોઈલો પ્રાંતની એક સ્કૂલમાં ઈન્ટર સ્કૂલ એથ્લેટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં રિયા બુલોસે પણ ભાગ લીધો હતો. રિયાએ 400, 800 અને 1500 મીટરની દોડમાં ભાગ લીધો હતો. તેણે ત્રણેય કેટેગરીમાં જીત મેળવી હતી. રિયાની આ સફળતા માટે તેને ગોલ્ડ મેડલ મળ્યો.
રિયાની આ જીત પર, પ્રાંતના સ્પોર્ટ્સ કાઉન્સિલ મીટના કોચ, પ્રેડરિક બી. વેનેઝુએલાએ સોશિયલ મીડિયા પર એક તસવીર લીધી. તસવીરોમાં જોઈ શકાય છે કે રિયાએ શૂઝ પહેર્યા નથી. પગરખાંને બદલે તેણે પગમાં પટ્ટી બાંધી છે. રિયાના કોચના કહેવા પ્રમાણે, તેની પાસે શૂઝ નહોતા. રિયાએ જે પટ્ટી પહેરી હતી તેના પર નાઇકી લખેલું હતું. આ તેણે પોતે કર્યું.
એક કંપનીએ શૂઝ ઓફર કર્યા
પ્રિડ્રિકની પોસ્ટ વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે રિયા માટે શૂઝ ઓફર કર્યા હતા. એક ફેસબુક યુઝરે નાઇકી કંપનીને આગળ આવવા કહ્યું. આ પછી, એક સ્ટોરના માલિકે ટ્વિટર યુઝર્સને એથ્લેટનો નંબર માંગ્યો અને પછી રિયાની મદદ કરી.
રિયાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ તેના વખાણ કર્યા હતા. યુઝર્સે સોશિયલ મીડિયા પર રિયાની હિંમતની પ્રશંસા કરી છે.